જમીન વધુ ફળદ્રુપ, ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન એટલે પ્રાકૃતિક કૃષિ

હિન્દ ન્યુઝ, ડાંગ      પ્રાકૃતિક ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનો પ્રકાશસ્તંભ બની છે. આ ખેતી પદ્ધતિએ માત્ર જમીનની ફળદ્રુપતા જ જાળવી નથી રાખી, પરંતુ ખેડૂતોના આત્મવિશ્વાસમાં પણ નવો ઉલ્લાસ ભર્યો છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરતાં અહિના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આ સાથે જ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સ્તરે નેશનલ મિશન ઑન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ અનેક યોજનાઓ અમલમાં છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધુ વ્યાપ વધે તે માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી તાલીનું પણ આયોજન થઇ રહ્યું છે.  પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી…

Read More

વેટલેન્ડ્સનું સંરક્ષણ એટલે જીવનનું સંરક્ષણ — અને સારસ ક્રેન એ અમારી પર્યાવરણીય સંવેદનાનું ગૌરવભર્યું પ્રતીક છે 

હિન્દ ન્યુઝ, નડિયાદ        વિશ્વ વેટલેન્ડ્સ દિવસ નિમિત્તે ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિએજ વેટલેન્ડ ખાતે યોજાયેલ ચોથો સારસ ક્રેન ફેસ્ટિવલ માત્ર એક ઉજવણી નહોતો, પરંતુ કુદરત સાથેના સહઅસ્તિત્વની જીવંત કહાની હતી  એક સમય હતો જ્યારે નિવાસસ્થાનના નાશ અને વેટલેન્ડ્સના ક્ષયના કારણે સારસ ક્રેન સંકટમાં હતો. આજે સામાજિક વનીકરણ વિભાગ, યુપીએલ અને સ્થાનિક સમુદાયના સંયુક્ત પ્રયાસોથી સારસ ક્રેનની વસ્તીમાં નોંધપાત્ર પુનરુત્થાન થયું છે — ૨૦૧૫-૧૬માં આશરે ૫૦૦થી વધીને ૨૦૨૪-૨૫માં ૧,૪૭૭ સુધી પહોંચેલી સંખ્યા આ સફળતાનો સાક્ષી છે.

Read More

જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત      જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે ‘પોષણ સંગમ તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો. સુરત મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા ICDS શાખા અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં THO, મુખ્ય સેવિકાઓ, પી.એસ.ઈ ઇન્સ્ટ્રકટર, બ્લોક ન્યુટ્રીશન મેનેજર અને બ્લોક કો-ઓર્ડીનેટરોને પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્તરે કુપોષણથી પીડિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી હતી.            આ પ્રસંગે કલેકટરએ તીવ્ર કુપોષણથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં થતાં વિક્ષેપ વિશે સમજ…

Read More

મોટી બાણુંગાર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ હેઠળ સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર        જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ધ્રોલ તાલુકાના મોટી બાણુંગાર ગામે આવેલી માધ્યમિક શાળામાં ‘સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમ’ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.NSS ના સંકલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓને આધુનિક ડિજિટલ પડકારો સામે સજ્જ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબેન ભેસદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે…

Read More

લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: ૩૮ સ્વ-સહાય જૂથોને ₹૯૫ લાખનું ધિરાણ મંજૂર

હિન્દ ન્યુઝ, મહીસાગર      ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિસાગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અંતર્ગત લુણાવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી સુરેશભાઈ પરમાર તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજર અરવિંદ કુમાર આર. સેલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, નવસારી     કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.  આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા,…

Read More

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારીના વિવિધ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, નવસારી      આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના રોડ – રસ્તા, ઓરડા અને ગ્રામ પંચાયત ભવન બાંધકામના રૂ. ૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.                   આદિજાતી મંત્રીએ વિવિધ ગામોમાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, માર્ગો, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાઓ જેવા આધારભૂત માળખાં ગામના સર્વાંગી વિકાસની મૂળભૂત કડી છે. સુવ્યવસ્થિત માર્ગવ્યવસ્થા થકી લોકોની આવનજાવન સરળ બનશે તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચ વધુ…

Read More

 ધોરણ આઠની વિદ્યાર્થીનીઓએ રોટલા બનાવવાની પ્રવૃત્તિથી જીવન કૌશલ્યો નો અનુભવ મેળવ્યો

ધ્રોલ નાં ‘ધ સનરાઈઝ પ્રાઈમરી સ્કૂલ’ ખાતે આનંદદાયક શનિવાર ની અનોખી ઉજવણી હિન્દ ન્યુઝ, ધ્રોલ       આજરોજ તારીખ 31/ 01/2026 ને શનિવાર નાં રોજ આનંદદાયક શનિવાર સંદર્ભે વિધાર્થીઓ ને શાળામાં ‘બેગલેસ ડે’ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ‘ધ સનરાઈઝ સ્કુલ’ નાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને ઉપયોગી જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દરમ્યાન વિદ્યાર્થીનીઓએ રોટલા બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે પ્રાયોગિક રીતે જાણકારી આપવામાં આવી હતી. દા.ત. વિદ્યાર્થીનીઓને લોટમાં પાણી કેટલું નાખવું, રોટલો કેમ ટીપવો તેમજ રોટલો શેકવાની પ્રક્રિયા ખૂબ જ ઉત્સાહ અને…

Read More

ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરનાં 98મા સ્થાપના દિવસ તથા રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, વલસાડ        રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામક સંગ્રહાલયની કચેરી, ગાંધીનગર સંચાલિત ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર, જી. વલસાડ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ, જી. નવસારીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તથા ધી લેડી વિલ્સન મ્યુઝિયમના 98મા સ્થાપના દિવસના ઉપક્રમે તા. ૩૧/૦૧/૨૦૨૬ના રોજ હેરીટેજ વૉક તથા મ્યુઝિયમ વૉકનું આયોજન કરવામાં આવ્યું.        હેરીટેજ વૉક અંતર્ગત ધરમપુરના રાધાકૃષ્ણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ધી લેડી વિલ્સન મ્યુઝિયમ અને રાજ્યારોહણ ગેટનો પરિચય આપવામાં આવ્યો…

Read More

વિંછીયા તાલુકા ભાજપ પ્રભારી તરીકે પંકજભાઈ ચાંવની નિમણૂક

હિન્દ ન્યુઝ, જસદણ      રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ ના માર્ગદર્શન અનુસાર સંગઠન માં અલગ અલગ હોદ્દેદાર નિમણૂક આપવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી ના સીનીયર આગેવાન એવા પંકજભાઈ ચાંવ ને વિંછીયા તાલુકાના પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવેલ છે તે બદલ ખુબ ખુબ શુભેચ્છા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Read More