હિન્દ ન્યુઝ, વડોદરા પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા તથા અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે આ પુસ્તક ખાસ રીતે તૈયાર કરાયું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વડોદરા ખાતે એસ.એસ.સી. બોર્ડની માર્ચ–૨૦૨૫ની પરીક્ષામાં 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા પરિણામ સુધારણા પુસ્તકનું વિમોચન તથા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા તથા અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે આ પુસ્તક ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાવલી તથા ડેસર તાલુકાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ…
Read MoreMonth: February 2026
अन्तरराष्ट्रीय महिला क्रिकेटर कु कांतिगौड़ आज बागेश्वर धाम सुन्दरकाण्ड मण्डल केन्द्रीय कार्यालय पहुंची
हिन्द न्यूज़, मध्यप्रदेश बागेश्वरधाम परिवार ने किया आत्मीय सम्मान, कहा बुंदेलखंड का नाम आपने विश्व में रोशन किया अंतर्राष्ट्रीय महिला क्रिकेट जगत में ख्याति प्राप्त हमारे बुन्देलखण्ड की बेटी आज बागेश्वरधाम सुन्दरकांड मण्डल केन्द्रीय समिति कार्यालय पहुँची। जहाँ समूचे बागेश्वरधाम परिवार ने उनका आत्मीय सम्मान कर शुभकामनाएँ प्रस्तुत की। श्री बागेश्वर धाम सुंदरकांड एवं शिष्य मण्डल सभी कार्यकर्ताओं ने स्वागत करते हुए कहा कि कुमारी कांतिगौड़ ने बुंदेलखंड का नाम रोशन किया है। बालाजी सरकार एवं पूज्य गुरुदेव भगवान का आशीर्वाद उन्हें प्राप्त हो। …
Read Moreધાનપુર તાલુકાના ઝાબુ ખાતે હાટ બજારમાં “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝાબુ ખાતે હાટ બજારમાં “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર-પ્રસાર અને પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. આર.ડી. પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બી.પી. રમણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝાબુના સુપરવાઈઝર, સી.એચ.ઓ., તેમજ લેપ્રસી, ટી.બી., મેલેરિયા સુપરવાઈઝર, સિકલ સેલ, એચ.આઈ.વી. કાઉન્સેલર અને આરોગ્ય કેન્દ્રના અન્ય સ્ટાફની હાજરીમાં આરોગ્ય વિભાગ દ્વારા “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી…
Read Moreગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. આ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 5145 લાભાર્થીઓ (2743 સ્ત્રીઓ અને 2402 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ: – સગર્ભા મહિલાની તપાસ : 257 – પી.એમ.જય એ.વાય. કાર્ડ…
Read Moreવાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત ઝોન; સુરત ખાતે ‘MSME કોન્ક્લેવ’ યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત સુરત ખાતે તા. 9 – 10 એપ્રિલ, 2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન, આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાનો સમાવેશ. સુરત ખાતે યોજાનાર VGRC દરમિયાન વિવિધ વિષયો પર સેમિનાર, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે જેવા બહુ આયામી આયોજનો હાથ ધરાશે, જ્યારે MSME કોન્ક્લેવમાં દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ 06 જિલ્લામાં કાર્યરત માઈક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ એકમોને કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરાશે.
Read Moreપરંપરાથી પ્રગતિ સુધી: વાંસની કળામાં ઝળહળ્યું આદિવાસી અસ્મિતાનું ગૌરવ
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના વજીરભાઈએ પોતાની પરંપરાગત વાંસકળાને આધુનિક બજાર સાથે જોડીને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું; વજીરભાઈએ ટોપલા, ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓથી લઈને આકર્ષક બાંબુ ફર્નિચર અને કલાત્મક પોર્ટ્રેટ્સ સુધી વાંસને નવી ઓળખ આપી. કોટવાળીયા આદિમ જાતિના વારસાને જીવંત રાખતા વજીરભાઈએ માત્ર 10,000 રૂપિયાના રોકાણથી વાંસકળામાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી, જે આજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને TRIના સહયોગથી મળેલા પ્લેટફોર્મ દ્વારા આર્થિક સમૃદ્ધિ અને સામાજિક ગૌરવનું પ્રતિક બની છે.
Read Moreસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે “Cyber Law and Society” વિષયક સેમિનારનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ડાંગ Knowledge Consortium of Gujarat (KCG) તથા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત CAWACH કેન્દ્ર (Cyber Awareness and Wellness against Cyber Hazards) અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય વિષય “Cyber Law and Society” હતું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં સાયબર કાયદા, સાયબર ગુનાઓ, ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ સુરક્ષા અને જવાબદાર ઓનલાઈન વર્તન અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં મિતેશ ગાયકવાડ (એડવોકેટ) તથા શ્રી રમેશ એ. ધૂમે વિષય નિષ્ણાંત તરીકે હાજરી આપી હતી. તેમણે IT…
Read Moreદક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ ૧૦ વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. ૯ અને ૧૦ એપ્રિલ-૨૦૨૬ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ…
Read Moreતા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ – 2026
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર બની; 26,810થી વધુ દર્દીઓને નવજીવન તેમજ 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર 🔹 વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપી GCRIમાં સંપન્ન થઈ 🔹 ફક્ત 6 મહિનામાં GCRIમાં 50 રોબોટિક સર્જરી, ગત 3 વર્ષમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીઝર થઈ; 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા 🔹 ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના કેસની પ્રારંભિક…
Read Moreબરોડા ખાતે વિદ્યાર્થીઓએ કેમ્પસની એક બિનઉપયોગી જગ્યાને રસોડાના બગીચાના જીવંત મોડેલમાં પરિવર્તિત
હિન્દ ન્યુઝ, વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે વિદ્યાર્થીઓએ કેમ્પસની એક બિનઉપયોગી જગ્યાને રસોડાના બગીચાના જીવંત મોડેલમાં પરિવર્તિત કરી, ટકાઉ જીવનશૈલી અને વ્યવહારુ શિક્ષણનું પ્રેરક ઉદાહરણ રજૂ કર્યું છે. ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ રસોડાના બગીચાની પહેલ શહેરી વિસ્તારોમાં ઘટતી જગ્યા અને વધતી ટકાઉ જીવનશૈલીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલ દ્વારા કેમ્પસની ખાલી પડેલી જગ્યાને હરિયાળી, જીવંત અને શૈક્ષણિક ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
Read More