ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા, ધાનપુર તેમજ લીમખેડા ખાતે યોજાયેલ જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રીશ્રી પી. સી. બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રીઓ…

Read More