નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં વધારો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે તેમજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં નાગરિકોની સેવામાં નવીન 201 એસ.ટી. બસને લીલી ઝંડી આપી ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યના દરેક નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે એકસ્ટ્રા 4,200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો. તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે 28,000થી વધુ, પવાગઢ આસો નવરાત્રિ માટે 22,000થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7,000થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો.

Read More

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આવેલ જુના બારિયા ગામમાં વિનોદ બારિયા દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ બારિયા દ્વવારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાટે તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતી થકી થતા ફાયદાઓ અને રાસાયણિક ખેતી થકી થતા નુકસાન અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત

હિન્દ ન્યુઝ, મેહસાણા      VGRCના બીજા દિવસે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ‘ક્વોલિટી એક્સેલન્સ – જર્ની ટુવર્ડ્સ વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ વિષય પર સેમિનાર યોજાયો. નિષ્ણાતોએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, ગુણવત્તા માનકો, ગ્રાહક જાગૃતિ અને વિવિધ સંસ્થાઓની કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સેમિનારમાં ક્વોલિટી કાઉન્સિલ ઈન્ડિયા અને સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વચ્ચે સ્કિલ ડેવલપમેન્ટ માટે MoU એક્સચેન્જ કરાયા.

Read More

નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી મનોજ મુંતશિર લિખિત-નિર્મિત ‘મેરા દેશ પહલે’

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી મનોજ મુંતશિર લિખિત-નિર્મિત ‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિને નિહાળવા યુવાશક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડ્યા. પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાનની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી. વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી નરેન્દ્રભાઈ મોદીની સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાન તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર…

Read More

નર્મદાના નીરની ઉપલબ્ધતા અને સુશાસનની સફળ યોજનાઓ થકી કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યો સુરેન્દ્રનગર જિલ્લો

હિન્દ ન્યુઝ, નર્મદા     દાડમ, ખારેક, અંજીર, દ્રાક્ષ, લીંબુ, જામફળ જેવા નવીનતમ પાકોનું વાવેતર; છેલ્લાં પાંચ વર્ષમાં ફળપાકના વાવેતર વિસ્તારમાં 40% અને ઉત્પાદનમાં 7%નો વધારો આજે જિલ્લામાં ખેડૂતોએ નવીનતમ ટેક્નોલોજી અપનાવીને વિવિધ બાગાયતી પાકોનું વાવેતર શરૂ કર્યું છે. મુખ્યત્વે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત દાડમનું ઉત્પાદન કરીને વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે : નાયબ બાગાયત નિયામક ખેડૂતોને યોજનાકીય સહાય પૂરી પાડવામાં i-ખેડૂત પોર્ટલ મહત્ત્વની ભૂમિકા; આ પોર્ટલ થકી ખેડૂતો ઘરે બેઠા સરકારી યોજનાઓના લાભ માટેની અરજી કરી શકે છે

Read More

વિકાસ સપ્તાહની ઊજવણીના ચોથા દિવસે શિનોર તાલુકાના આનંદી ગામે રાત્રિ ગ્રામસભા યોજાઈ.

હિન્દ ન્યુઝ, દાહોદ      ગુજરાતની ૨૪ વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા જિલ્લામાં આ ઊજવણી અંતર્ગત સપ્તાહના ચોથા દિવસે શિનોર તાલુકામાં વિકાસ રથે પરિભ્રમણ કર્યું હતું. સવારે ઉતરાજ, બપોરે માલપુર બાદ રાત્રે આનંદી ગામ ખાતે વિકાસ રથનું આગમન થયું હતું. કરજણના નાયબ કલેક્ટરશ્રી શિવમ બારીયાએ રથનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ અહીં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.    કાર્યક્રમની પ્રારંભિક ઔપચારિકતા બાદ સૌએ વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતે પ્રાપ્ત કરેલ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓને…

Read More

વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની મલેકપુર ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ભગોરાની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      સમગ્ર ગુજરાતની સાથોસાથ દાહોદ જિલ્લામાં પણ તારીખ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં સીંગવડ તાલુકાની મલેકપુર ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ભગોરાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિકાસ સપ્તાહ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીએ વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે સૌ ને માહિતગાર કરતાં સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. આ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેતીવાડી તેમજ આરોગ્ય વિભાગના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકાસ રથ થકી રજૂ કરવામાં…

Read More