હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી મનોજ મુંતશિર લિખિત-નિર્મિત ‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિને નિહાળવા યુવાશક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડ્યા.
પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાનની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી.
વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી નરેન્દ્રભાઈ મોદીની સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાન તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું.
