હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૭-૦૩-૨૦૨૩ થી તા.૨૯-૦૩-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન ૩ ગલ્સ ગુજરાત બટાલીયન એન.સી.સી., ભાવનગરનાં કેડેટનાં ટ્રેનિંગનાં ભાગરૂપે વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની…
Read MoreDay: March 28, 2023
કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઉડાન ભરતા કુડા ગામના પાયલબેન
અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા ગામ કુડાના વતની પાયલબેન કાનજીભાઈ બારૈયા જે એકપગથી છે તેઓએ વિપરીત પરિસ્થિતિમાં પણ મક્કમ મન સાથે દોડીને એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. વાત છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું એક નાનકડું એવું કુડા ગામ જ્યાં વાડી વિસ્તારમાં રહેતા અને અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ એટલું જ ધ્યાન આપતા અને વાડી વિસ્તારમાં રહેતા કે જ્યાં દોડવા માટે પણ કોઈ પણ પ્રકારનું મેદાન કે…
Read More