મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ની મતગણતરી આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ બિલ્ડીંગ, સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યુટ પાસે, વિદ્યાનગર, ભાવનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. તે દરમિયાન આ મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જાહેર હીતમાં ગુજરાત પોલીસ અવિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂઈએ જિલ્લા મેજિસ્સ્ટ્રેટ ભાવનગર દ્વારા ફરમાવવામાં આવેલ છે કે, આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સવારનાં ૫:૦૦ કલાકથી મતગણતરીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી સેન્ટરના રસ્તાઓમાં કોઈપણ વ્યક્તિએ વાહન…

Read More

સરકારી ઈજનેરી કોલેજ મત ગણતરી કેન્દ્ર ખાતે આવનાર  વાહનો ત્રણ સ્થળોએ પાર્કિંગ કરી શકાશે 

હિન્દ ન્યુઝ, ભાવનગર  મત ગણતરી કેન્દ્ર ખાતે  આવનાર વાહનો માટે સરકારી ઈજનેરી કોલેજ ની નજીકનાં સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં (૧) બીપીટીઆઇ સીટી મામલતદારની કચેરીની સામેનું ગ્રાઉન્ડ, (૨) ભાવનગર સીટી મામલતદારશ્રીની કચેરી વિદ્યાનગર અને (૩) ભાવનગર ગ્રામ્ય મામલતદારશ્રીની કચેરી સામે, આઇટીઆઇ ત્રણ રસ્તાની સામે, ખુલ્લા મેદાનમાં, જાહેર જનતા માટે તેમજ સરકારી વાહન પાર્કિંગ કરી શકાશે. આ સિવાય અન્ય કોઇ સ્થળોએ પાર્કીંગ કરી શકશે નહીં.  બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Read More