હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના ઇજનેર ડી.આર. પટેલની તાપી ખાતે બદલી થતાં તેમનો વિદાયમાન સમારોહ જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ ખાતે ગઈકાલે સાંજે યોજાયો હતો. પટેલના આ વિદાય સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા પંચાયતનો સ્ટાફ પણ જોડાયો હતો. આ વિદાય અવસરે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, ડી.આર.પટેલના કાર્યકાળમાં ભાવનગર જિલ્લામાં પાણીના અનેક કામો સફળતાપૂર્વક તેમની કૂનેહથી પૂરાં થયાં છે. તેમણે છેલ્લાં ચાર વર્ષથી ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવીને કરેલા કાર્યો માટે તેમણે હંમેશા યાદ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંચાયતના…
Read More