વડિયા ખાતેના શ્રમિકોની નોંધણી માટે શરૂ કરેલા સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, અમરેલી             હાલ અમરેલી જિલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની નોંધણીની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વડિયા ખાતે શરૂ કરવામાં આવેલા સીએસસીની મુલાકાત લઈ સબંધિત અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. નોંધનીય છે કે ગઈકાલે એક જ દિવસમાં ૩૦૯૧ શ્રમિકોની નોંધણી કરી સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લો પાંચમો ક્રમ મેળવ્યો હતો. જિલ્લામાં ૩૫૧ જેટલા સીએસસી સેન્ટરો ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૯૫૨૩૪ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના વીસીઈ,…

Read More

અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા રાજુલા સિવિલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડરોની ફાળવણી

હિન્દ ન્યુઝ, અમરેલી              આવતી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વધુ ૨૫ સિલિન્ડરોની વ્યવસ્થા કરાશે અમરેલી અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાને લઈ ઓક્સિજનની અછતને પહોંચી વળવા રાજુલા જનરલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા. રાજુલા પ્રાંત અધિકારી કે. એસ. ડાભી તેમજ આરએમઓ શક્તિ કુમાર ખુમાણએ આ ઔદ્યોગિક સંસ્થાઓઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉમદા કાર્યમાં અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા સિમેન્ટ વર્કસ જાફરાબાદના અધિકારી અભિજીત જૈન, પ્રશાંત મિશ્રા, રાજેન્દ્ર કુશ્વાહા, રુદ્ર ભટ્ટ તેમજ ગુજરાત સિમેન્ટ વર્કસ -કોવાયાના અધિકારી જી.જી.…

Read More

શાપુર પીએચસીમાં કોરોના વેકસીન લેતા સિનિયર સિટીઝન પીએચસીમાં રોજના ૩૦ થી વધુ લોકોને અપાય છે પ્રિકોશન ડોઝ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ          કોરોનાને કાબુમાં કરવા માટે કોરોના વેકસીન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને બન્ને ડોઝ લીધાના ૯ માસ બાદ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં જૂનાગઢના શાપુર પીએચસી દ્રારા રોજના ૩૦થી વધુ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. શાપુર પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પરમારે જણાવ્યું હતું કે, આ પીએચસી હેઠળ ૧૭ ગામડાઓ આવે છે. આ તમામ ગામના સિનિયર સિટીઝનોને કે જેમને પ્રિકોશન ડોઝ લેવાનો છે. તેમને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા વેક્સીન આપવામાં આવી રહી છે. અત્યારે શાપુર પીએચસી ખાતે રોજના ૩૦થી વધુ…

Read More

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ કોળીયાક દરીયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર         જીલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે દરીયા કિનારાનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સ્વચ્છતા પર ભાર મૂકીને દેવાલય પહેલા શૌચાલય પર ભાર મૂકીને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત કરવાં માટે અભિયાનના રૂપે સ્વચ્છતાની મુહિમ ચલાવી રહ્યાં છે ત્યારે દરિયાકિનારે આવેલાં ભાવનગરમાં પણ દરીયા કિનારે સ્વચ્છતા જળવાય તે માટે આજે કોળીયાકના દરિયાકિનારે સ્વચ્છતાં અભિયાન હાથ ધરાયું હતું. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષસ્થાને તાલુકાની વિવિધ કચેરીઓ અને તલાટી કમ મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક પણ…

Read More

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ

નોટિસ બાદ પણ વેરો ન ચૂકવનાર ૧૦ બાકીદારોની મિલ્કત જપ્ત કરાઈ હિન્દ ન્યુઝ, ગીરસોમનાથ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત લાંબા સમયથી વેરા ચુકવવાના બાકી હોય તેવા મોટા બાકીદારોને નગરપાલિકા અધિનિયમની કલમ-૧૩૨, ૧૩૩ તળે બીલો તથા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કરવેરાની રકમ ભરપાઈ ન કરતા વેરા વસુલાત અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોની ૧૦ બાકીદારોની મિલ્કત જપ્તીમાં લેવામાં આવી છે. આ કામગીરી દરરોજ વોર્ડ વાઈઝ ટીમ અધિકારીઓ દ્વારા કરવામા આવી રહી છે. આ સાથે જે બાકીદારોની કરવેરાની રકમ બાકી હોય તેઓએ…

Read More

દેવભૂમિ દ્વારકામાં તા.૭ ફેબ્રુઆરીથી “મિશન ઈન્દ્રધનુષ્ય ૪.૦”નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા          દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.રાજ સુતરીયાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા બહેનો માટે તારીખ ૭ ફેબ્રુઆરી – ૨૦૨૨ થી સાત દિવસ સુધી “ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ ૪.૦”નુંકાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલ તેમજ અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા બાળકો તથા રસીથી વંચિત રહેલ સગર્ભા મતાઓને રસીઓ આપવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય અને…

Read More

અમરેલી જિલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી પ્રક્રિયાને બહોળો પ્રતિસાદ

હિન્દ ન્યુઝ, અમરેલી          એક જ દિવસમાં ૩૦૯૧ શ્રમિકોની નોંધણી કરી સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લો પાંચમા ક્રમે જિલ્લામાં ૩૫૧ જેટલા સીએસસી સેન્ટરો ઉપર નોંધણી પ્રક્રિયા શરુ. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૯૫૨૩૪ શ્રમિકોની નોંધણી કરાઈ ઇ-શ્રમ કાર્ડ દ્વારા કાયમી વિકલાંગતા પર ૨ લાખ અને આંશિક વિકલાંગતા પર ૧ લાખની સહાય : શ્રમિકના મૃત્યુ બાદ અંત્યેષ્ઠી માટે ૫ હજારની સહાય અમરેલી, ૩ ફેબ્રુઆરી હાલ અમરેલી જિલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની નોંધણીની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવતા બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં ૩૦૯૧ શ્રમિકોની નોંધણી કરી સમગ્ર રાજ્યમાં…

Read More

ભાવનગરના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ડ્રીલનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર             ભાવનગરના તગડી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આકસ્મિક સંજોગોમાં અગાઉથી સતર્કતા દાખવી જાનમાલની નુકશાની અટકાવી શકાય અને થતાં નુકશાનને અટકાવી શકાય તે માટે સમયે- સમયે આવી મોક ડ્રીલ દ્વારા આકસ્મિક સંજોગોમાં સર્જાતી પરિસ્થિતિઓ પર કાબૂ મેળવી શકાય તેમજ સજ્જતા પણ કેળવી શકાય તે માટે આવી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત તગડી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ટેન્ક નં. ૨ માં ગેસનું લીકેજ થયું હતું. તેને રીપેરીંગ…

Read More

કરૂણા અભિયાન હેઠળ નાના-મોટા પક્ષીઓના રેસ્ક્યુ કરી બચાવ-સારવાર આપવાની ઉમદા કામગીરી કરતા આરએફઓ ભાલીયા એ.એ.ભાલીયાને કરૂણા અભિયાનમાં રેસ્ક્યુ કામગીરી બદલ મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્ય સરકાર દ્રારા ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે કરૂણા અભિયાન કાર્યરત કરવામાં આવે છે. આ અભિયાન તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં ડુંગર દક્ષિણ રેન્જ જૂનાગઢના પરીક્ષેત્ર વન અધિકારી એ.એ.ભાલીયા એ ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરી, સારવારની શ્રેષ્ઠ કામગીરી નીભાવી હતી. તેમણે આ જીવ બચાવવાની ઉમદા કામગીરી બદલ પ્રજાસત્તાક પર્વ નિમિતે વાહનવ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. જૂનાગઢ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કરૂણા અભિયાન અંતર્ગત નાયબ વન સંરક્ષક ડો.સુનીલકુમાર બેરવાલ તથા મદદનીશ વન સંરક્ષક જે.આર.પટેલના…

Read More

૪ ફેબ્રઆરી એટલે વર્લ્ડ કેન્સર દિવસ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અપાઇ છે કિમોથેરાપીની સારવાર સિવિલમાં રોજના ૨૫૦ કેન્સરના દર્દીઓની તપાસ સાથે ૧૦૦થી વધુ કિમોથેરાપીની સારવાર અપાઇ છે ૦૦૦૦ કેન્સર એટલે કેન્સલ નહિ – ડો.અજય પરમાર સિવિલમાં કેન્સરના દર્દીઓને સારવાર સાથે અપાઇ છે માર્ગદર્શન હિન્દ ન્યુઝ, જૂનાગઢ             ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને રાજકોટ જિલ્લાના દર્દીઓ આવે છે સારવાર લેવા જૂનાગઢ તા.૩, તા.૪ ફેબ્રુઆરી ના રોજ વર્લ્ડ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકો કેન્સરનો શબ્દ સાંભળીને જ ગભરાય જાય છે. પરંતુ કેન્સરથી ગભરાવાને બદલે તેમની યોગ્ય સારવાર લેવામાં આવે તો…

Read More