દેવભૂમિ દ્વારકામાં તા.૭ ફેબ્રુઆરીથી “મિશન ઈન્દ્રધનુષ્ય ૪.૦”નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા

         દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.રાજ સુતરીયાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા બહેનો માટે તારીખ ૭ ફેબ્રુઆરી – ૨૦૨૨ થી સાત દિવસ સુધી “ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ ૪.૦”નુંકાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલ તેમજ અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા બાળકો તથા રસીથી વંચિત રહેલ સગર્ભા મતાઓને રસીઓ આપવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો તેમજ નક્કી કરેલ રસીકરણ કેન્દ્રો પર યોજાનાર છે. વધુમાં “ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ્ય” કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે સર્વે કરી ૦ થી ૨ વર્ષની ઉંમરના રસીકરણથી વંચિત રહેલા અથવા અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા તમામ બાળકોના સર્વે કરી તેમના માતા-પિતાઓને સંપૂર્ણ રસીકરણ કરાવવા, સગર્ભા માતાઓને ધનુર વિરોધી રસીના ૨ ડોઝ સહિતની સંપૂર્ણ રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણથી બાળ મૃત્યુ તેમજ બાળકોને પોલીયો, જન્મજાત ટી.બી. ડીપ્થેરીયા, મોટી ઉધરસ જેવા ઘાત્તક રોગોથી ભોગ બનતા અટકાવી શકાય છે તે અંગે સમજણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં જિલ્લામાં શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તાર, ઝુપડપટ્ટીઓ, ઈન્ડસ્ટ્રીઅલ વિસ્તાર તેમજ કન્સ્ટ્રકશન સાઈટ, દુર્ગમ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતના તેમજ મજુરોના બાળકોને પણ આવરી લેવામાં આવશે. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરીકોને રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા માતાઓને ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ્ય ૪.૦ અંતર્ગત રસીકરણ કરાવવા માટે અપીલ કરવામાં આવે છે. 

Related posts

Leave a Comment