કરૂણા અભિયાન હેઠળ નાના-મોટા પક્ષીઓના રેસ્ક્યુ કરી બચાવ-સારવાર આપવાની ઉમદા કામગીરી કરતા આરએફઓ ભાલીયા એ.એ.ભાલીયાને કરૂણા અભિયાનમાં રેસ્ક્યુ કામગીરી બદલ મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

રાજ્ય સરકાર દ્રારા ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે કરૂણા અભિયાન કાર્યરત કરવામાં આવે છે. આ અભિયાન તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં ડુંગર દક્ષિણ રેન્જ જૂનાગઢના પરીક્ષેત્ર વન અધિકારી એ.એ.ભાલીયા એ ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરી, સારવારની શ્રેષ્ઠ કામગીરી નીભાવી હતી. તેમણે આ જીવ બચાવવાની ઉમદા કામગીરી બદલ પ્રજાસત્તાક પર્વ નિમિતે વાહનવ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. જૂનાગઢ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કરૂણા અભિયાન અંતર્ગત નાયબ વન સંરક્ષક ડો.સુનીલકુમાર બેરવાલ તથા મદદનીશ વન સંરક્ષક જે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પલાસવા ઘાસ ડેપો ખાતે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામા આવેલ હતું.

જેમા આરએફઓ એ.એ.ભાલીયાના નેજા હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને આગોતરૂ આયોજન કરવામા આવેલ હતું. આ ઉપરાંત ઘાયલ થયેલ પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ટુ-વ્હીલર, વાયરલેસ, બેઝ, વોકીટોકી ૨૪ કલાક હેલ્પલાઇનની સુવિધા ઊભી કરવામાં આવેલ હતી.

આ ઉપરાંત એ.એ.ભાલીયાએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમા જૂદી જૂદી જગ્યાએ બેનર લગાડી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ પક્ષી સારવાર કેન્દ્ર પ્લાસવા ખાતે પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓ, ઓક્સિજન,તેમજ ઠંડીથી રક્ષણ મળે તે માટે હીટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુમા ચાઇનીઝ દોરાના પ્રતિબંધની અમલવારી માટે એ.એ.ભાલીયા સહિત ટીમના સભ્યોને સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને લોકોને ચાઇનીઝ દોરાના વેચાણ ન કરવા માટે જાગ્રૃતિ લાવવામાં આવેલ હતી. કરૂણા અભિયાનના સમયગાળા દરમિયાન જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, વસુંધરા નેચર કલબ જૂનાગઢને પણ આ અભિયાનમાં જોડી ૨૯ જેટલા પક્ષીઓના રેસ્ક્યુ કરી બચાવ તેમજ સારવાર આપવાની ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

Leave a Comment