વડિયા ખાતેના શ્રમિકોની નોંધણી માટે શરૂ કરેલા સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, અમરેલી

            હાલ અમરેલી જિલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની નોંધણીની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વડિયા ખાતે શરૂ કરવામાં આવેલા સીએસસીની મુલાકાત લઈ સબંધિત અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. નોંધનીય છે કે ગઈકાલે એક જ દિવસમાં ૩૦૯૧ શ્રમિકોની નોંધણી કરી સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લો પાંચમો ક્રમ મેળવ્યો હતો. જિલ્લામાં ૩૫૧ જેટલા સીએસસી સેન્ટરો ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૯૫૨૩૪ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના વીસીઈ, આંગણવાડી વર્કર્સ, તાલુકા પંચાયતના કર્મીઓ, પુરવઠા શાખાના તેમજ શિક્ષણ વિભાગના કર્મીઓ જોડાયા છે.

Related posts

Leave a Comment