નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રાજપીપલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ થકી હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની થઇ રહેલી કામગીરી : મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગો અને તેના ઉપચાર વિશે અપાઇ રહેલી જાણકારી

હિન્દ ન્યુઝ, રાજપીપલા  રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં કુલ-૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન વાહકજન્ય રોગ નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપેડેમીક મેડિકલ ઓફીસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે તા.૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ જિલ્લામાં ડેન્ગ્યુના-૧૨ અને મેલેરીયાના-૩૨૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે ડેન્ગ્યુના-૨ પોઝિટીવ કેસ નોંધાવા પામ્યાં છે. જિલ્લામાં આજદિન સુધીમાં ડેન્ગ્યુના-૧૫૬ અને…

Read More

રાજપીપલાની ઉજ્જીવન સ્મોલ બેંકની અનુકરણીય પહેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા કોરોનાની સંભવતઃ આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં શહેરી-ગ્રામ્ય વિસ્તારના દરદીઓને સમયસર સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તે માટે CSR પ્રોજેક્ટના ભાગરૂપે રાજપીપલાની ઉજ્જીવન સ્મોલ બેંકના ટીમ લીડર ધર્મેન્દ્ર પ્રજાપતિ, એરીયા મેનેજર અશોક ગોસ્વામીના હસ્તે આજે રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે PPE કિટ્સ-૧૦૦, ફોગીગ પંમ્પ-૧૦, દિવાલ પંખા-૧૦, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર-૦૫, કચરા પેટી-૫૦, ઓસિકા-કવર-૧૦૦, પલ્સ ઓકસીમીટર-૧૦, થર્મોમીટર-૦૫, ઓકસજન માસ્ક-૫૦, ઓકસીજન રેગ્યુલેટર-૦૫ અને હેન્ડ ગ્લોઝ સહિત કુલ-૧૨ જેટલી વિવિધ ઉપયોગી આરોગ્યલક્ષી ઉપકરણોની ભેટ આપી હતી, જેનો સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ સ્વીકાર કર્યો હતો. બેંકના ટીમ…

Read More

ભાભરની ખારી પાલડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

હિન્દ ન્યુઝ, ભાભર ભાભર તાલુકા ના ખારી પાલડી બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દિયોદર તાલુકાના સણાવ ગામના માનસુગભાઈ ઠાકોર તેમની પત્ની મંજુબેન ઠાકોર અને પરેશભાઇ ઠાકોર તેમજ એક બાળક આજે વહેલી સવારે મોટરસાયકલ લઈને ભાભર દવાખાને ગયા હતા. ભાભર થી દવાખાને જઈ એમના ઘરે જતા ભાભર સણાવ ખારી પાલડી બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એ ટોળા ઉમટી પડ્યા હતા. મોટરસાયકલ પર સવાર માનસુગભાઇ ઠાકોર નું ઘટના સ્થળે મોત નિપજ્યું જયારે માનસુગભાઇ ની પત્ની મંજુબેન…

Read More

વેરાવળ ખાતે વરસાદી પાણી ના ખાબોચીયા માં મચ્છર ઉત્પન્ન ના થાય, શહેરના નગરજનો નિરોગી રહે એ અંગે ઓઈલ છટકાવ કરાવેલ

હિન્દ ન્યુઝ, વેરાવળ  વેરાવળ ખાતે સવારથી જ ગુલાબનગર, શાહિન કોલોની, બાબા ભાઈ બેકરી વાળા ના ધર પાસે મકદૂમ સ્કુલ તથા આજુબાજુ વરસાદી પાણી ના ખાબોચીયા માં મચ્છર ઉત્પન્ન ના થાય, શહેરના નગરજનો નિરોગી રહે, તેની સતત ચિંતા કરતા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી. જેથી તેઓએ પાણીમાં ઓઈલ નખાવાનું કાર્ય હાથ ધર્યું જેથી મચ્છર ના થાય તેના માટે નગરપાલિકાની ટીમ સાથે રહીને લોક હિતકાર્ય માં કાઉન્સિલોરોને સાથે રહીને દવાનો પણ છટકાવ કરાવે તેવું આદેશ કરેલ, તેમના આદેશથી કોલોનીમાં કાઉંન્સિલર મુસાભાઈ વાકોટ સલીમભાઈ સોડા વાળા, ઓઈલ છટકાવ કરાવેલ છે . રિપોર્ટર : મો. સઈદ…

Read More

નાલસા તથા સાલસા દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ હેઠળ તા. ૦૨ ઓક્ટોબર થી તા. ૧૪ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર નાલસા તથા સાલસા દ્વારા તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ સુધી પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ કરવાનું આયોજન કરેલ છે. જે (આઝાદી કા અમૃત મહોત્સવ ) નો ભાગ છે અને તા. ૮/૧૧/૨૦૨૧ થી તા. ૧૪/૧૧/૨૦૨૧ સુધી લીગલ સર્વિસીસ વીક તરીકે મનાવવાનું જાહેર કરેલ છે. ભારત દેશમાં આશરે ૨.૭૫ લાખથી વધારે ગ્રામ પંચાયત છે અને ૬.૭ લાખ જેટલા ગામો છે અને આશરે ૪૧૦૦ જેટલી મ્યુનિસિપલ સંસ્થાઓ છે. ભારતની કુલ વસ્તીના ૭૦ % વસ્તી ગામડાઓમાં રહે છે. જે ગરીબ, અભણ તથા પછાત છે તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે…

Read More

શંકરટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસ વોર્ડ ન 15 માં વિસ્તાર ના લોકો ને ફ્રી માં આયુષમાન (વિમા કવચ) કાર્ડ કાઢી આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના શપતાહિક જન્મદિવસ ઉજવણી નાં ભાગ સ્વરૂપે શંકરટેકરી વલ્લભનગર વાલ્મિકી વાસ વોર્ડ ન 15 માં વિસ્તાર ના લોકો ને ફ્રી માં આયુષમાન (વિમા કવચ) કાર્ડ ૬૦ પરિવાર ને કાઢી આપવામાં આવ્યું. જેમાં ઉપસ્થીત વોર્ડ પ્રમુખ જયેશભાઈ ઢોલરિયા, મહામંત્રી શંકરભાઈ ખીમસુરિયા, જામનગર શહેર ભાજપ કિશાન મોરચા નાં મંત્રી હસમુખભાઈ પેઢડિયા, શહેર ભાજપ મંત્રી અનસુયાબેન વાઘેલા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ જેન્તીભાઇ ગોહિલ, શૈલેષભાઈ રાઠોડ, પ્રવિણસિંહ જાડેજા, રસીકભાઈ પઠાણ, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા નાં કાર્યાલય મંત્રી આશિષભાઈ પઠાણ, જયભાઈ પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ…

Read More

કાલાવડનાં સ્કૂલ સંચાલકોએ સરકારશ્રીના નિયમોનાં સરેઆમ ઉડાડ્યા ધજાગરા

હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર જિલ્લાના કાલાવડ ખાતે ખાનગી સ્કૂલમાં સરકારશ્રીના નિયમોની એસી તેસી કરી કોઈ પણ ડર રાખ્યા વગર સરકારશ્રીના આદેશને પણ પડકારતા હોય એમ કાલાવડની સ્કૂલમાં ધોરણ : 1 થી 5 નું શિક્ષણ ચાલુ હોવાનું ‘હિન્દ ન્યુઝ’ ને જાણ થતા આજરોજ ‘હિન્દ ન્યુઝ’ દ્વારા કાલાવડની મુખ્ય શાળાઓમાં રિયાલિટી તપાસ (સ્ટિંગ ઓપરેશન) કરતા સ્કૂલ સંચાલકો દ્વારા સરકારશ્રીની મનાઈ બાદ પણ ધોરણ : 1 થી 5 ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા.       કાલાવડમાં ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ : 1 થી 5 ના…

Read More

બનાસકાંઠા પીપાપંથી ક્ષત્રિય દરજી સમાજ એકતા સંગઠન ની મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર આદેશ હાઇસ્કૂલ ખાતે આજે બનાસકાંઠા પીપાપંથી ક્ષત્રીય દરજી સમાજ એકતા સંગઠન ની રચના કરવામાં આવી જેમાં અમદાવાદ સંગઠન ની ટીમ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં મીટીંગ નું આયોજન કરી દરજી સમાજ શિક્ષણ કાર્ય માં આગળ આવે તેવા ઉદ્યસ્ય સાથે વાવ થરાદ ભાભર જેવા અનેક વિસ્તારોમાં એકતા સંગઠન રથ લઈને મીટીંગ નું આયોજન કરે છે .આજે દિયોદર આદેશ હાઇસ્કુલ ખાતે પીપાપંથી ક્ષત્રીય દરજી સમાજ ની મીટીંગ મળી હતી જેમાં દિયોદર તાલુકા માં પ્રમુખ તરીકે રગનાથભાઇ દરજી ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ દરજી ની વરણી કરાઈ જેમાં જોમાભાઇ દરજી ભરતભાઇ…

Read More

દિલ્હી થી આવેલ એન.એસ.યુ.આઈ.(NSUI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન એ વેરાવળ ની શુભેચ્છા મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વેરાવળ દિલ્હીમાં આવેલ એન.એસ.યુ.આઈ.(NSUI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન દ્વારા સોમનાથ થઈ ને વેરાવળ ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.ગુજરાત મા શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું ખાનગીકરણ થઈ રહ્યું છે અને સામાન્ય આવક ધરાવતા વ્યક્તિને પોતાના બાળકો ને શિક્ષણ આપવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે.તે બાબતે સમગ્ર ગુજરાતમાં લોક જાગૃતિ માટેના કાર્યક્રમ ચલાવવામાં આવે રહયા છે. કોંગ્રેસ નગર સેવક અફઝલ પંજા દ્વારા નીરજ કુંદન ની શુભેચ્છા મુલાકાત થઈ અને શિક્ષણ ને લગતી ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. ગુજરાત મા શિક્ષણ ને ગુણવત્તા યુક્ત બનાવવા ની ખાસ જરૂર છે કારણ કે…

Read More

ભિલોડા પોલીસે હત્યા ના ગુનામાં ભાગતા ફરતા આરોપીને દબોચીં લીધો

હિન્દ ન્યુઝ, મોડાસા વર્ષ 2020માં અપહરણ વિથ મર્ડર અને રયોટિંગ અને મારામારી સહિતના અલગ અલગ ગુનાઓ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા ભિલોડા પીઆઇ મનીષભાઈ વસાવાએ ડોડીસરા ગામબ 20 વર્ષય આરોપી સમીરકુમાર ઉર્ફે સમરો બિપીનભાઈ ડુન્ડની ડોડીસરાની સીમમાંથી ધરપકડ કરી પોલીસે ગંભીર ગુનાઓના આરોપીને દબોચીં લઈ જેલહવાળે કરતા પોલીસની કામગીરી અસરકાર હોવાનું જણાઈ આવ્યું. રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Read More