માંગરોળ કામનાથ રોડ વિસ્તારમાં રહેણાંક મકાનોમા પાણી ભરાવાનો ભય

હિન્દ ન્યુઝ, માંગરોળ ભારે વરસાદ થતાં પાણી વધતા ગત રાત્રિએ લોકો ઉંધી ન શકયા, અમુક લોકોએ પાણી નિકાસ કરતા નાળા પર ભરતી કરેલ હોવાથી પાણી ભરાયાનુ આક્ષેપ, સ્થાનીક કાર્યકર આબેદિન જેઠવા એ મામલતદાર અને એસ.ડી.એમ ને ફરીયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું. જીલ્લા પંચાયત સભ્ય વાલભાઈ ખેર અને મામલતદાર સવારે સ્થળ પર આવી અડચણ હટાવવા સુચનાઓ આપી. જેતખમ ઓજી જતા રસ્તા ઉપર પાણી ભરાય જતા ત્યાં પણ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તંત્રની ઢીલી નીતિ સામે આવતા લાગતા વળગતા અધિકારીઓ સાથે વાલાભાઈ ખેર તથા સુલેમાનભાઈ પટેલે ટેલીફોનીક વાતચીત કરી…

Read More

સિહોર ખાતે ત્રિદિવસીય ગ્રામ સંજીવની સમિતિ તાલીમ સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, ભાવનગર કોઈપણ કાર્યક્રમ હોય કે યોજના હોય તેની સફળતા માટે રાજ્ય સરકારની કૃતનિશ્ચયતા સાથે લોકોની લોકભાગીદારી અને સહભાગિતા ખૂબ જ આવશ્યક છે. લોકોને પોતાની સાથે જોડવા અને જે-તે યોજના, કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાલીમ સાથેના સેમિનારો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આવા જ એક ત્રિદિવસીય સેમિનારનું આયોજન ભાવનગર જિલ્લાના સિહોરના હનુમાનધારા ખાતે જનજાગૃતિ અને સાવચેતીથી રોગ અટકાયતી પગલાઓ માટે કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ અને તાલુકા હેલ્થ ઓફિસર, સિહોરની માર્ગદર્શન હેઠળ તા.૬,૭,૮ સપ્ટેમ્બરનાં રોજ સિહોર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢ, ઉસરડ, સણોસરાનાં…

Read More