બનાસકાંઠા પીપાપંથી ક્ષત્રિય દરજી સમાજ એકતા સંગઠન ની મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર આદેશ હાઇસ્કૂલ ખાતે આજે બનાસકાંઠા પીપાપંથી ક્ષત્રીય દરજી સમાજ એકતા સંગઠન ની રચના કરવામાં આવી જેમાં અમદાવાદ સંગઠન ની ટીમ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં મીટીંગ નું આયોજન કરી દરજી સમાજ શિક્ષણ કાર્ય માં આગળ આવે તેવા ઉદ્યસ્ય સાથે વાવ થરાદ ભાભર જેવા અનેક વિસ્તારોમાં એકતા સંગઠન રથ લઈને મીટીંગ નું આયોજન કરે છે .આજે દિયોદર આદેશ હાઇસ્કુલ ખાતે પીપાપંથી ક્ષત્રીય દરજી સમાજ ની મીટીંગ મળી હતી જેમાં દિયોદર તાલુકા માં પ્રમુખ તરીકે રગનાથભાઇ દરજી ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ દરજી ની વરણી કરાઈ જેમાં જોમાભાઇ દરજી ભરતભાઇ…

Read More

દિલ્હી થી આવેલ એન.એસ.યુ.આઈ.(NSUI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન એ વેરાવળ ની શુભેચ્છા મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વેરાવળ દિલ્હીમાં આવેલ એન.એસ.યુ.આઈ.(NSUI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન દ્વારા સોમનાથ થઈ ને વેરાવળ ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.ગુજરાત મા શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું ખાનગીકરણ થઈ રહ્યું છે અને સામાન્ય આવક ધરાવતા વ્યક્તિને પોતાના બાળકો ને શિક્ષણ આપવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે.તે બાબતે સમગ્ર ગુજરાતમાં લોક જાગૃતિ માટેના કાર્યક્રમ ચલાવવામાં આવે રહયા છે. કોંગ્રેસ નગર સેવક અફઝલ પંજા દ્વારા નીરજ કુંદન ની શુભેચ્છા મુલાકાત થઈ અને શિક્ષણ ને લગતી ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. ગુજરાત મા શિક્ષણ ને ગુણવત્તા યુક્ત બનાવવા ની ખાસ જરૂર છે કારણ કે…

Read More

ભિલોડા પોલીસે હત્યા ના ગુનામાં ભાગતા ફરતા આરોપીને દબોચીં લીધો

હિન્દ ન્યુઝ, મોડાસા વર્ષ 2020માં અપહરણ વિથ મર્ડર અને રયોટિંગ અને મારામારી સહિતના અલગ અલગ ગુનાઓ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા ભિલોડા પીઆઇ મનીષભાઈ વસાવાએ ડોડીસરા ગામબ 20 વર્ષય આરોપી સમીરકુમાર ઉર્ફે સમરો બિપીનભાઈ ડુન્ડની ડોડીસરાની સીમમાંથી ધરપકડ કરી પોલીસે ગંભીર ગુનાઓના આરોપીને દબોચીં લઈ જેલહવાળે કરતા પોલીસની કામગીરી અસરકાર હોવાનું જણાઈ આવ્યું. રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નો બનાવ…

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા જામખંભાળીયા ના બેઠક રોડ પર બાઇક સળગી… બેઠક રોડ પાસે આવેલ પુલ પરજ ઇ-બાઇક સળગી … અચાનક જ ઇ બાઇક સળગી જતા બાઇક ચાલક નો બચાવ… ઇલેટ્રિક સોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાની શક્યતા… સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ ને જાણ કરાઈ… ઇ બાઇક સળગી જતા બાઇક બળી ને ખાખ થઈ. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજીત કોરોના વેક્સીનેશન મહાઅભિયાનમાં ૨૫,૪૨૨ વ્યક્તિઓને વેક્સીનેટ કરાયાં

રાજપીપલા,                     દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે આદરવામાં આવેલા રાજ્યવ્યાપી કોરોના મહાઅભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ૧૮ થી વધુની વયની એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા નર્મદા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહિત કુલ-૨૦૧ જેટલા કેન્દ્રો ખાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાયું હતું.

Read More

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત પરીક્ષાઓ હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું : જિલ્લા મેજીસ્ટ્રેટ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૬-૦૯-૨૦૨૧ ના રોજ સવારનાં ૧૧:૦૦ કલાકથી બપોરના ૨:૦૦ કલાક સુધી લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More