હિન્દ ન્યુઝ, ભાભર
ભાભર તાલુકા ના ખારી પાલડી બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દિયોદર તાલુકાના સણાવ ગામના માનસુગભાઈ ઠાકોર તેમની પત્ની મંજુબેન ઠાકોર અને પરેશભાઇ ઠાકોર તેમજ એક બાળક આજે વહેલી સવારે મોટરસાયકલ લઈને ભાભર દવાખાને ગયા હતા. ભાભર થી દવાખાને જઈ એમના ઘરે જતા ભાભર સણાવ ખારી પાલડી બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એ ટોળા ઉમટી પડ્યા હતા. મોટરસાયકલ પર સવાર માનસુગભાઇ ઠાકોર નું ઘટના સ્થળે મોત નિપજ્યું જયારે માનસુગભાઇ ની પત્ની મંજુબેન ઠાકોર તેમજ પરેશભાઇ ઠાકોર ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત જ્યારે ઇજાગ્રસ્ત લોકો ને ભાભર સરકારી હોસ્પિટલ ની 108 મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જયારે પરેશભાઇ અને મંજુબેન ને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલ : કલ્પેશ બારોટ, દિયોદર