ગીર-સોમનાથ જિલ્લામાં વિકાસ દિવસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજ્ય સરકારના પાંચ વર્ષ ઉજવણી અંતર્ગત વિકાસ દિવસની ઉજવણી સોમનાથ રામમંદીર ઓડીટોરીયમમાં આરોગ્ય અને તબીબી શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી કીશોરભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા અથવા બે રૂમ કે તેથી ઓછા રૂમવાળા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આવાસ બાંધકામ માટે રૂા. ૧,૨૦,૦૦૦ની સહાય મળવાપાત્ર થાય છે. તેમજ મનરેગા યોજના સાથે કન્વર્જન કરી ૯૦ દિવસની મજુરીપેટે મકાન બાંધકામ માટે રૂા. ૨૦,૬૧૦ સુધીની વધારાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા-૪૨, કોડીનાર-૩૭, વેરાવળ-૪૦, સુત્રાપાડા-૨૦, તાલાળા-૭૬ અને ઉના-૯૩ તાલુકાઓમાં કુલ ૩૦૮ આવાસના ઇ–લોકાર્પણ/ખાતમુહૂર્ત…

Read More

નડિયાદ શહેર તથા ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ ખોજ અભિયાન રાખવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, નડિયાદ આજરોજ તારીખ ૦૭/૦૮/૨૦૨૧ શનિવાર ના રોજ નડિયાદ મુકામે પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા ના નેતૃત્વ હેઠળ વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમ ના અનુસંધાનમાં નડિયાદ મરીડા ભાગોળ એસ્સાર પેટ્રોલ પંપ પાસે નડિયાદ શહેર અને ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ મા કોંગ્રેસ પક્ષના જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, લોકસભા ના ઉમેદવારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા લડેલા ઉમેદવારો તથા વિવિધ સેલ ના ચેરમેનો, નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ ઝાલા, પ્રતિનિધિ અતુલભાઈ પટેલ, એસ.કે બારોટ તથા કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ મા ગુજરાત…

Read More

થરાદ પાસે કેનાલમાથી મૃતદેહ મળી આવ્યો

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો. થરાદ તાલુકાના ના નાગલા પુલ પાસે થી અશોકભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક લોકો એ દેખતા થરાદ ના તરવૈયા ને જાણ કરતાં કેનાલ માં થી મૃતદેહ કાઢવામાં આવ્યો. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી રહસ્ય અકબંધ છે. થરાદ પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ બની રહી છે, મોતની કેનાલ અવારનવાર લોકો કેનાલમાં પડી મોતને ભેટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Read More