ખેડા જિલ્‍લાની માધ્યમિક શાળાઓમાં ૯૯ નવનિયુકત શિક્ષકોને નિમણુંક પત્રો અનાયત કરાયા

હિન્દ ન્યૂઝ, નડિયાદ ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળાના શિક્ષકોની પારદર્શક પ્રક્રિયાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં ભરતીની જાહેરાત બાદ ૨૩,૫૨૨ અરજીઓ આવી હતી. જેમાંથી ૨૯૩૮ શિક્ષકોને આજે અલગ-અલગ જિલ્લાઓમાં નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ખેડા જિલ્લામાં ૯૯ શિક્ષકોની પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી હતી. આ ભરતી કાર્યક્રમ ગાંધીનગરથી ઓનલાઇન રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ સિલેક્ટેડ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત અલગ-અલગ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોના પરિવારજનોએ ઘરે બેસીને સી.એમના ફેસબુક પેજમાં ઓનલાઇન જોડાયા હતા. મુખ્‍યમંત્રી તેમજ શિક્ષણમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે પાંચ શિક્ષકોને…

Read More

તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિડીયો કોન્ફરન્સ

હિન્દ ન્યૂઝ, નડિયાદ     મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો કલેકટરો પાસેથી મેળવી હતી. આ ત્રણેય જિલ્લાઓમાં કુલ મળીને ૪,૮ર,૧૯ર લોકોને સમગ્રતયા રૂ. રપ.૬૧ કરોડની કેશડોલ્સ ચુકવવામાં આવી છે. રાજ્ય સરકારના નિયમો-ધોરણો અનુસાર આ કેશડોલ્સમાં પુખ્ત વયની…

Read More