જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલી કન્યા શાળા ખાતે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવમાં આવી હતી.  સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં બિનચેપી રોગોના નિદાન માટે BP (બ્લડ પ્રેશર) અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. તેમજ આયુષ્માન ભારત યોજના અંતર્ગત નવા કાર્ડ કાઢવા તેમજ તેને લગતી કામગીરી કરવામાં આવી હતી.  આ ઉપરાંત ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન…

Read More

જૂનાગઢમાં કાર્યરત યોગ ટ્રેનરો માટે એક પરીક્ષા યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢ જિલ્લા ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, મનપા કોડીનેટર વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કોઓર્ડિનેટર જયંતિ કાછડીયા, સોનલબેન બગડા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત યોગ ટ્રેનરો માટે એક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ ૪૫ યોગ ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.     આ પરીક્ષાનો મુખ્ય હેતુ યોગ ટ્રેનરોના જ્ઞાન, કુશળતા અને પ્રયોગાત્મક સમજણનું મૂલ્યાંકન કરવાનું હતું. જેથી યોગ શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય અને સમાજમાં યોગનો વ્યાપ વધુ મજબૂત બને. જિલ્લા યોગ કોઓર્ડિનેટરએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પરીક્ષાઓ દ્વારા યોગ ટ્રેનરોને વધુ પ્રોત્સાહન મળે છે. અને…

Read More

નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ

હિન્દ ન્યુઝ, દાહોદ      આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની CIN સંસ્થાના સહયોગથી નિષ્ણાત ગાયનોકોલોજિસ્ટ તબીબ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન 40થી વધુ સગર્ભા માતાઓની ગર્ભ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓની પણ તપાસ કરી તેમને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન તમામ લાભાર્થીઓની હિમોગ્લોબિન તપાસ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાયનોકોલોજિસ્ટ તબીબ, નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ, સગર્ભા માતાઓ તથા કિશોરીઓ ઉપસ્થિત…

Read More

‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

હિન્દ ન્યુઝ, અમદાવાદ        રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન કરી. ₹5થી 10 લાખનો ખર્ચ ધરાવતી આ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી; ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત 7 બાળકોનું સફળ ઓપરેશન કરાયું. આ કેમ્પના આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકો – દર્દીઓને પણ લાભ મળ્યો, આ પહેલ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવી છે. સફળ સર્જરી બાદ આરોગ્ય રાજ્યમંત્રી…

Read More

RBSK ટીમના નેજા હેઠળ ભિસ્યા આંગણવાડી કેન્દ્રના બાળકના ક્લબ ફૂટ (જન્મજાત ખામી) ની સફળ સર્જરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડાંગ      રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ (પી.એચ.સી. ગાઢવી) દ્વારા અક્ષિત અશ્વિનભાઈ ચૌધરી, આંગણવાડી કેન્દ્ર ભિસ્યા, તાલુકો આહવાનો બાળક જે જન્મ સમયે ક્લબ ફૂટ જેવી જન્મજાત ખામી સાથે તા. ૦૭/૧૦/૨૦૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે જન્મેલ હતો. RBSK ટીમ દ્વારા બાળકના વાલીઓને ક્લબ ફૂટ વિશે યોગ્ય માર્ગદર્શન આપી, બાળકને શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે સમયસર સારવાર માટે રેફર કરવામાં આવ્યો હતો. જ્યાં Ponseti પદ્ધતિ દ્વારા બાળકને સફળ સારવાર આપવામાં આવી હતી.  હાલમાં બાળક આ બાળક આર.બી.એસ.કે ટીમ નંબર ૬૦૫ ના નિયમિત ફોલોઅપ…

Read More

RBSK યોજના હેઠળ વિનામૂલ્યે થયું ₹૭ લાખનું કોક્લીયર ઇમ્પ્લાંટ ઓપરેશન

હિન્દ ન્યુઝ, આણંદ બાળકની જન્મજાત સમસ્યા દૂર થતા પરિવારે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો     જ્યારે બાળક બોલતું કે સાંભળતું નથી, ત્યારે મા-બાપ ખૂબ જ ચિંતિત થતા હોય છે.પેટલાદ તાલુકાના સિમરડા ગામના રાકેશભાઈ પરમારના પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું . તેમનો પુત્ર કુંજ જન્મજાત બહેરાશની સમસ્યાથી પીડાતો હતો. પરંતુ, સરકારના માનવીય અભિગમ અને ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) ની સતર્કતાને કારણે આજે આ બાળકના જીવનમાં કિલકિલાટ પાછો ફર્યો છે.

Read More

જાણો લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગ વિશે (હાથીપગા)

હિન્દ ન્યુઝ, ડાંગ     એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લામા લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગના દર્દીઓ નોંધાતા જિલ્લાના તાલુકા વિસ્તારના તમામ લોકોને આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન દરેક લોકોને આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઇ તાલુકાના તમામ લોકોને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલ આરોગ્ય કેન્દ્રો દ્વારા દવા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર…

Read More

આયુર્વેદ ચમત્કાર સર્જે છે, પગે ચાલી ન શકતી ધરમપુરની મહિલા વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર મેળવી ચાલતી થઈ

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર પાછળ રૂ. ચાર લાખનો ખર્ચ કર્યો પણ કોઈ ફરક ન પડ્યો  એક ખાનગી હોસ્પિટલના તબીબે તો, દર ૧૦ દિવસે પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કરાવવુ પડશે ત્યાં સુધીની વાત કહી દીધી હતી  એક દિવસે દીકરાએ મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દી સાજા થવાની રિલ્સ જોઈ અને માતાને સારવાર માટે લઈ આવ્યો  પહેલા ત્રણથી ચાર માણસોએ પકડીને મહિલાને ચલાવવું પડતું હવે કોઈના સહારા વિના સ્વતંત્ર ચાલે છે ‘‘મને એવુ લાગતુ હતું કે, મને લકવો લાગી જશે, આજીવન પથારીવશ રહીશ પરંતુ…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ દાહોદના દેવગઢ બારીયાની આર એસ પટેલ હાઈસ્કૂલ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ શિબિરનું કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ      પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો…

Read More

તા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ – 2026

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર બની; 26,810થી વધુ દર્દીઓને નવજીવન તેમજ 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર 🔹 વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપી GCRIમાં સંપન્ન થઈ 🔹 ફક્ત 6 મહિનામાં GCRIમાં 50 રોબોટિક સર્જરી, ગત 3 વર્ષમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીઝર થઈ; 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા 🔹 ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના કેસની પ્રારંભિક…

Read More