સોમનાથ ટ્રસ્ટ તરફથી 2500 કિલો કેરીઓનું આંગણવાડીઓના 10,000 બાળકોને વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, સોમનાથ         સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરાથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી પર હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી. સોમનાથ મહાદેવને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે…

Read More

જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો

સર્વ રોગ નિદાન કેમ્પ હિન્દ ન્યુઝ, જામનગર        આજરોજ તા. ૨૮-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ રણજીત નગર પટેલ સમાજ પાસે સદગુરુદેવ શ્રી રણછોડદાસજી આશ્રમ જામનગર તેમજ બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો સાથે આવનાર લાભાર્થીઓને આવી કાળઝાળ ગરમીમાં દુધ તેમજ ઠંડાપીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ફિઝીશિયેન ડો. જીતલ અગ્રાવત, હાડકાનાં ડો.આશિષ આચાર્ય, ડાયાબીટિસ ની તપાસ કરવા માટે ડો. શ્રીમતી અગ્રાવત સાથે બ્લડપ્રેશરની તપાસ કરનાર ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સેવા ભાવી વ્યક્તિઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Read More

છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું એ જ અમારો નિર્ધાર

હિન્દ ન્યુઝ, ભુજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું છે કે, રાજ્યમાં વસતા છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી ઘર આંગણે જ પૂરું પાડવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર સતત આયોજન કરી રહી છે. કચ્છ જિલ્લો કે જ્યાં ભૂતકાળમાં પીવાના પાણીની સતત સમસ્યાઓ પડતી હતી ત્યાં આજે નર્મદાના નીર રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે. અબડાસા તાલુકામાં રૂપિયા ૬૬૬ લાખના ખર્ચે સુથરી જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરાયા છે જે આગામી ઓગસ્ટ-૨૦૨૩માં પૂર્ણ કરાશે જેના થકી અબડાસા તાલુકાના ૪ ગામોને અને ૪ પરાઓને શુદ્ધ પીવાનું પાણી મળતું થશે. વિધાનસભા…

Read More

રાજકોટ ખાતે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કેનાલ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ તેમજ ઠંડા-પીણાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય-તેલ, મસાલા વગેરેના ફૂલ ૧૪ સેમ્પલની ચકાસણી કરેલ તેમજ કુલ ૦૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત : ફૂડ વિભાગ દ્વારા શહેરના કેનાલ રોડ વિસ્તારમાં આવેલ (૧)શ્રી ચામુંડા ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)જય સ્વામીનારાયણ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ભારત કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ગેલેક્સી પાન -લાઇસન્સ મેળવવા બાબતે…

Read More

બોટાદ કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ અન્વયે ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા બોટાદ દ્વારા આયોજિત આપત્તિ જોખમ વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફની ટીમ ભૂકંપ જેવી અણધારી આપત્તિ વખતે કેટલી સુસજ્જ છે તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એનડીઆરએફના વડોદરા ખાતેના બટાલિયન-6ના અધિકારી ચોપરા દ્વારા આપત્તિ સમયે એનડીઆરએફ ટીમની કામગીરી કંઇ પ્રકારની હોય છે તેમની શું જવાબદારી છે તેમજ કેવી તૈયારી છે તે બાબતે ઉપસ્થિત બોટાદ ટીમના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,…

Read More

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથના સમુદ્ર કિનારે થશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

હિન્દ ન્યુઝ, સોમનાથ મહાશિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તો મહાદેવની વિવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આગામી 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો સોમનાથના ચરણોમાં રત્નાકર સમુદ્રના તટ ઉપર પાર્થિવ લિંગ ની પૂજા કરી શકે તેવો ઉત્તમ કાર્યક્રમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રો અનુસાર, આવી જ પાર્થિવેશ્વર પૂજા ભગવાન શ્રી રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી. તેમજ પાંડવ પુત્ર અર્જુને ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા…

Read More

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે યોજાયું રિહર્સલ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિનના ધ્વજવંદનના કાર્યક્રમનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું,જેમાં સુરક્ષા દળની જુદીજુદી ૨૫ જેટલી પ્લાટુનો દ્વારા વિવિધ કરતબો તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે પરેડ યોજવાની સાથે મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ સ્ક્વોડ અને અશ્વદોડના જવાનોએ વિવિધ નિદર્શનો રજૂ કરીને ઉપસ્થિત લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતાં. પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવાની સાથોસાથ શાળાના…

Read More

મિલકત વેરા નંબર સાથે લિંક નહી થયેલ નળ કનેક્શનોના બાકી પાણી દર વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાનો આદેશ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના મિલકત વેરા વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મિલકત વેરાની સાથોસાથ પાણી દરની રકમ ભરવાની બાકી હોય તેવા અનલિંક નળ કનેક્શન અંગેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આદેશ કર્યો છે. હાલ કુલ–૫૭,૭૮૦ અનલિંક નળ કનેક્શનોના પાણી દરના માંગણાની વસુલાત બાકી છે, જે પૈકી ૨૫૪૦૬ અનલિંક નળ કનેક્શનો એવા છે જેની દરેકની  રૂ.૨૫૦૦૦/- થી વધારે રકમની પેન્ડીંગ માંગણાની વસુલાત કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જ્યારે રૂ. ૫,૦૦૦/- કે…

Read More

મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ અન્વયે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ થાય તો તેની સામે કેવા પગલાં લેવા તે અન્વયે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી.  ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબિત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો…

Read More

“સ્પાઈન કોડ ડેમેજ” થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ આજે વાત માંડવી છે, જીવનના હકારની. જીવન જીવવાનો હકારાત્મક અભિગમ “પોઝિટિવ એટીટ્યુડ” ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તમને જીવતા શિખવી શકે છે. જીવન જેવું છે તેવું સ્વીકારી લેવાની સહજતા જો કેળવાય તો જીવન ક્યારેય કષ્ટદાયી લાગતું નથી. જીવનની કડવી વાસ્તવિકતાનો ઘૂંટડો ગળે ઉતારી જીવન જીવવાની સાચી કળા આત્મસાત કરનાર ૩૦ વર્ષીય યુવા લેખક પાર્થ ટોરોનીલની જીવન કથની આજના યુવાનો અને જીવનથી હતાશ થઈ ગયેલા દરેક જણ માટે પ્રેરણાના ધોધ સમાન છે. પણ એની જિંદગીની કડવી વાસ્તવિકતા આંખના ખૂણા ભીંજવી દે એવી ભયાનક છે. એક દુર્ઘટનામાં પોતાની ભરયુવાની અપંગતામાં…

Read More