બોટાદ જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસાથી બચાવવા FMD રસીકરણ ૩૦-૦૪-૨૦૨૫ સુધી કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ      નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી શરૂ છે. જે ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવશે,જે અંતર્ગત બોટાદ જિલ્લાનાં પશુપાલન વિભાગ દ્વારા બોટાદના લાઠીદડ, રોજીદ, બરવાળા, ખોખરનેસ રાણપુર, રાજપરા રાણપુર,વનાળી ગઢડા, નાની વાવડી રાણપુર, રતનપરના ગામોમાં પશુપાલકોના ઘરે-ઘરે જઈને નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું ખરવા-મોવાસા એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે શિયાળામાં અને ઉનાળામાં વધુ જોવા મળે છે, જેમાં પશુને તાવ આવે છે અને મોં અને પગ પર ફોલ્લીઓ થાય છે, જે પાછળથી ચાંદામાં ફેરવાય છે. આનાથી પશુને ખાવા-પીવા અને ચાલવામાં તકલીફ…

Read More

છ મહિનામાં ૧૦ કિલો વજન ઓછું કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા કોમલબહેન પુરોહિત

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વધુ પડતી ચરબી હોવાનો વિકાર એટલે કે મેદસ્વિતા. મેદસ્વિતાના કારણે શરીરના પેટ, મોં, સાથળ વગેરે ભાગ પર ચરબીના થર જમાં થાય છે, જેના કારણે શરીરનું વજન વધી જાય છે. મેદસ્વિતાના કારણે અન્ય શારીરિક તકલીફો પણ સર્જાય છે. જેના કારણે સ્વસ્થ જીવનશૈલી જીવવામાં મુશ્કેલી ઉભી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મેદસ્વિતાને એક વૈશ્વિક સમસ્યા ગણાવી છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન થકી લોકોને જાગૃત કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પહેલ કરી…

Read More

મેદસ્વિતા મુક્ત અભિયાન : બોટાદ જિલ્લા માહિતી કચેરીના વિશેષ અહેવાલમાં જાણીશું ચરબી ઓછી કરવા લાભદાયી પીણાં વિશે

હિન્દ ન્યુઝ, બોટાદ            હાલમાં ગુજરાત સરકારે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત આજે આપણે એવાં દેશી પીણાં વિશે વાત કરીશું જે ચરબી ઓછી કરવા માટે ફાયદાકારક છે. દરેક વ્યક્તિ પેટની ચરબીને ઓછી કરવામાં માંગે છે, પણ આ હઠીલી ચરબી જલ્દીથી ઓછી થતી નથી પણ જો તમે તમારી જીવનશૈલી અથવા આહારમાં ઘણાં બધાં ફેરફારો કર્યા વિના ફેટ ઘટાડવા માંગતાં હો, તો તમારે અમુક દેશી અને આયુર્વેદિક પીણાં સવારે પીવા જોઈએ જે ચરબી ઘટાડી શકે છે. ગ્રીન ટી :- ગ્રીન ટી ચરબી ઓછી કરવા…

Read More

રાજકોટ પોલીટેક્નીક કોલેજ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ સરકારી પોલીટેક્નીક, બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૦૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પોલીટેક્નીક કોલેજ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય અને કેમિકલ ખાતાના વડાશ્રી એ.ડી.સ્વામીનારાયણએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાસ્થ્ય જાળવણી વિશે માર્ગદર્શન આપ્યુ હતું. કૈરવીબેન મારડીયાએ બી.પી., ડાયાબીટીસ, કેન્સર જેવી વિવિધ બીમારીઓ થવાના કારણો, તેને અટકાવવાના ઉપાયો અને જરૂરી તકેદારી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના હિમોગ્લોબિન, બ્લડસુગર અને બ્લડપ્રેશરની તપાસ કરાઈ હતી. તેમજ હિમોગ્લોબીનની દવાનું વિનામુલ્યે વિતરણ કરાયું…

Read More

સાહેબ… આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી

હિન્દ ન્યુઝ, આણંદ    પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદના આંગણે પધાર્યા હતા.  આ પ્રસંગે પેટલાદના સ્થાનિક રહેવાસી ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ મુકેશભાઈ ચોકસીને સેરેબલ પલસી એટલે કે જન્મજાત માનસિક બિમારી છે. તેમને મુખ્યમંત્રીને મળવાની ઇચ્છા હતી. જોગાનુજોગ આજે મુખ્યમંત્રી પેટલાદ ખાતે ઘરઆંગણે રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, તેવા સમાચાર સાંભળતા તેઓ ખૂબ ઉત્સાહિત થયા હતા. તેમના ઉત્સાહને ધ્યાને લઈ મુકેશભાઈના માતા – પિતા તેમને વ્હીલચેરમાં બેસાડી લોકાર્પણ કાર્યક્રમના સ્થળે લઈને આવ્યા હતા. …

Read More

બેરાજા જગા-મેડી રોડ પર રૂ.પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બેરાજા, જગા-મેડી રોડ પર આવેલ જગેડી નદી પર અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને સરકારે સ્વીકારી જગેડી નદી પરના મેજર બ્રિજની રૂ.પાંચ કરોડના ખર્ચે મંજૂરી આપી છે.આ કામ પૂર્ણ થયે પસાયા, બેરાજા, જગા-મેડી, સપડા સહિતના ગામોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.આ પ્રકારના કામો મંજુર કરી ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક…

Read More

બોટાદ ખાતે ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદના ઢાંકણીયા રોડ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પમાં ડોક્ટર નિખિલભાઇ કણઝરીયા તેમજ ડોક્ટર ધ્રુવિલભાઈ વાળા ઓએ પોતાની સેવા આપી માનવધર્મ ને યથાવત રાખ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં બાળકો, બહેનો, ભાઈઓ એ લાભ લીધો. રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ 

Read More

આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ, એસ.ટી.ડેપો, ગ્રામ પંચાયત, આંગણવાડીમાં ORSના પેકેટ વિતરણ કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હિટવેવની આગાહીને અનુલક્ષીને આજે જિલ્લાની વિવિધ સ્કૂલ, એસ.ટી. ડેપો, આંગણવાડી સહિતમાં ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવને ધ્યાને લઈને જિલ્લાની વિવિધ સ્કૂલો, આંગણવાડી, ગ્રામ પંચાયત, એસ.ટી.ડેપો સહિતના સ્થળોએ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે કેવી રીતે બનાવવું તે અંગે સમજણ આપી હતી.

Read More

વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદમાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક ઝાંખી..

હિન્દ ન્યુઝ, આણંદ      વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદ જિલ્લામાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક આગવી ઝાંખી જોઈએ તો… •ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે.  •આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ૧૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એક ડીસ્ટ્રીક હોસ્પિટલ, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ, આયુષ્માન ભારત, રસીકરણ, ડાયાલિસિસ સેન્ટર, વિવિધ ચેપી રોગો તથા બિનચેપી રોગોની સેવાઓ…

Read More

“૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ” : સ્વસ્થ શરૂઆત – આશાસ્પદ ભવિષ્ય

હિન્દ ન્યુઝ, આણંદ     World Health Day વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પોતાના સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પરંતુ બીજી બાજુ લોકોની ફાસ્ટ બનતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.  “વિશ્વ આરોગ્ય દિન” ની ઉજવણીનો ઇતિહાસ જોઇએ તો, ઇ.સ.1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાએ નક્કી કર્યા મુજબ દુનિયાના…

Read More