બોટાદમાં ટ્રાફીક/ભારે વાહન/પાર્કિંગ /વન-વે સહિત ટ્રાફિક સમસ્યાને નિવારવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ

               બોટાદ શહે૨માં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કા૨ણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતા સાળંગપુરથી પાળીયાદ ત૨ફ જવાના માર્ગે કે જે સાળંગપુર રોડ ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર – સતવારા બોડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલ પંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ જાહેરનામુ બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાત દ્વારા બહાર પાડવામાં આવે છે. 

              આ રોડ પરથી આવતાં ટ્રાફીકને ફકત સાળંગપુર રોડ પરથી પ્રવેશ માટે જાહેર કરવો તથા તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર તરફ જતાં વાહનો માટે હવેલી ચોકથી મોબાઈલ બજાર, કરમશી ભવાન કિરાણા સ્ટોર (તરાના પાન)થી ટાવર રોડ સુધી રૂટ એકમાર્ગીય જાહેર ક૨વો ખૂબ જરૂરી જણાય છે. ઉપરાંત પીક-અવર્સ દ૨મ્યાન એટલે કે સવારના ૧૦:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક તથા સાંજે ૧૬:૦૦ કલાક થી ૨૦:૦૦ કલાક સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ જાહેર કરવો જરૂરી જણાય છે.

               બોટાદ શહેરમાં હવેલી ચોકથી આગળ પાળીયાદ રોડ ઉપરના ચામુંડા લોજની સામેના ખાંચામાં ફોર્ચુન હોસ્પીટલ, યજ્ઞેશ હોસ્પીટલ, અમર હોરપીટલ, શ્રધ્ધા હોસ્પીટલ તેમજ ડાભી ગેસ્ટહાઉસ વિગેરે આવેલ હોય દર્દીઓ/લોકોના વાહનોની અવર જવર ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પાળીયાદ રોડ પરથી આવતા વાહનોને ફોર્ચુન હોસ્પીટલ વાળા ખાચામાં જવા માટે એકર્માગીય પ્રવેશ રૂટ કરવો તથા ફોર્ચુન હોસ્પીટલ વાળા ખાંચામાંથી પાળીયાદ રોડ તરફ બહાર નિકળવા માટે પ્રજાપતિ સમાજની વાડી બોઇઝ હાઇસ્કુલ હવેલી ચોક અથવા પટેલ ઇલેકટ્રોવિઝન વાત્સલ્ય વુમન કે૨ મોચી સમાજની વાડી વડોદરીયા હોસ્પીટલ પાળીયાદ રોડ તરફ એક માર્ગીય પ્રવેશ રૂટ નકકી ક૨વો જરૂરી જણાય છે.

 (૧) બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ, નવ નિર્મિત અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફકત સાળંગપુર ત્રણ રસ્તાથી ગૉડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર – સતવારા બોડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ ક૨વાનો રહેશે.

(૨) તેવી જ રીતે પાળીયાદ રોડ તરફથી આવતા વાહનો ટાવર રોડ, રેલવે સ્ટેશન રોડ તથા સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર – કરમશી ભવાન કિરાણા સ્ટોર (તરાના પાન)થી ટાવર રોડ પ૨ પ્રવેશ કરવાનો રહેશે.

(૩) બોટાદ શહેરમાં પીક- અવર્સ દ૨મ્યાન એટલ કે સવા૨ના ૧૦:૦૦ કલાક થી ૧૪:૦૦ કલાક તથા સાંજે ૧૬:૦૦ કલાક થી ૨૦:૦૦ દરમ્યાન શહેરમાં તમામ ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ ૨હેશે.

(૪) ફોર્ચુન હોસ્પીટલ વાળા ખાચામાં જવા માટે એકર્માગીય પ્રવેશ રૂટ કરવો તથા ફોર્ચુન હોસ્પીટલ વાળા ખાંચા માંથી પાળીયાદ રોડ તરફ બહાર નિકળવા માટે પ્રજાપતિ સમાજની વાડી બોઈઝ હાઇસ્કુલ-હવેલી ચોક અથવા પટેલ ઇલેક્ટ્રોવિઝન-વાત્સલ્ય વુમન કે૨-મોચી સમાજની વાડી-વડોદરીયા હોસ્પીટલ-પાળીયાદ રોડ ત૨ફ એક માર્ગીય પ્રવેશ રૂટ નકકી કરેલ છે.

         આ જાહેરનામું તા.૨૧/૦૪/૨૦૨૬થી તા.૨૦/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment