શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત રાજ્ય સરકારની 12મી ત્રિ-દિવસીય ચિંતન શિબિર

હિન્દ ન્યુઝ, ધરમપુર 

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત રાજ્ય સરકારની 12મી ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ તેમજ સનદી અધિકારીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

     મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગમે તેવી સ્થિતિ હોય, દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે. 

    મુખ્યમંત્રીએ પોઝિટિવ થીંકીંગ સાથે દરેકને મળેલ જવાબદારીને પૂરી નિષ્ઠાથી નિભાવી જનસેવાની તકને ઉજાળવાની સાથોસાથ પ્રત્યેક કાર્યનું મૂલ્યાંકન ચિંતન કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત સમજાવી હતી.

     મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ ચિંતન શિબિરની 2003માં શરૂઆત કરાવતા કહેલી વાત “સાથે આવવું શરૂઆત છે, સાથે વિચારવું એ પ્રગતિ છે અને સાથે કામ કરવું એ સફળતા છે” નો ઉલ્લેખ કરતાં વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન કરવા પ્રેરણા આપી હતી. તેમણે ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો અવસર 2035માં આવશે ત્યારે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ માટે તૈયાર કરવામાં આવેલ રોડ મેપને એક માઈલસ્ટોન ગણાવી આ રોડ મેપને પ્રજાની સુખાકારી માટે વધુ ઉપયોગી અને નવીનતા સભર કઈ રીતે બનાવી શકાય તે માટેના પોતાના વિચારો પણ ત્રિદિવસીય શિબિરના ચર્ચા સત્રોમાં મળે તેવી તેમની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત, માનનીય વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું જે આહવાન કર્યુ છે તેમાં ગુજરાતને લીડ લેવા સજ્જ કરવામાં શિબિરનું વિચાર મંથન ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો કર્યો હતો.

Related posts

Leave a Comment