12મી ચિંતન શિબિર; સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ

હિન્દ ન્યુઝ, વલસાડ

વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી એ ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવાઈ…

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતાં આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું. આ પ્રસંગે મંત્રી મંડળના સૌ મંત્રીઓ, મુખ્ય સચિવશ્રી સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે, આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે : મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે : નાયબ મુખ્યમંત્રી

Related posts

Leave a Comment