રાણપુર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૧ મેના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, રાણપુર

            રાણપુર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરી ખાતે બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૧/૦૫/૨૦૨૫ બુધવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. 

            રાણપુર તાલુકાનાં જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં રાણપુર તાલુકાનાં નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવાં પ્રશ્નો રજૂ કરી શકાય છે. 

           સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે. આવાં પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારનાં ૧૦-૩૦ કલાકથી સાંજનાં ૬-૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ મામલતદારશ્રી, રાણપુર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment