ભાવનગર શહેરનો તા. ૨૬ માર્ચના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર શહેર તા. ૨૬/૦૩/૨૦૨૫ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.

   આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસેથી તા. ૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદાર ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. 

    આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે એ આ કાર્યક્રમમા અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી તેમ સીટી મામલતદારની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment