આઈ.સી.એ.આર.- ન્યુ દિલ્હીના વૈજ્ઞાનિક દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

હિન્દ ન્યુઝ, નર્મદા

નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આઈ.સી.એ.આર. દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. તા.12/12/2024ને ગુરૂવારના રોજ આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિક ડૉ.પી.એસ.બ્રામ્હણે, સી.એફ.મુંબઈ દ્વારા કે.વી.કે દેડીયાપાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ નિદર્શન એકમો – નેચરલ ફાર્મિંગ યુનિટ, એઝોલા, મત્સ્યપાલન, બકરા સંવર્ધન એકમ, મિશ્ર ફળપાક બગીચો, પોષણ વાટિકા, ફાર્મ પોન્ડ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરેની મુલાકાત લઈ કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ઈન્સટ્રકશનલ ફાર્મ તેમજ મિલેટ પ્રોસેસિંગનું પણ નિદર્શન નિહાળ્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન કે.વી.કે. દેડિયાપાડાના વડા ડૉ. એચ.યુ.વ્યાસ તેમજ આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ડૉ.વી.કે.પોશિયા અને સમગ્ર કે.વી.કે.નો સ્ટાફ જોડાયો હતો.

Related posts

Leave a Comment