જામનગર જિલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સબંધિત પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, જામનગર 

             જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી અને કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે પદાધીકારીઓ, લગત અધિકારીઓ અને ચીફ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. જેમાં જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે મંત્રીએ વિગતો મેળવી હતી.

             મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શહેરોની સમકક્ષ નગરપાલિકાઓમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત કાર્યરત છે. મંત્રીએ નગરપાલિકાઓમાં ઉભી કરાયેલ ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, અર્બન મોબીલીટી-શહેરી પરિવહન, નગરપાલિકાઓની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો અંગે ચર્ચા વિચારણા કરી લોકોની જરૂરીયાતોને પ્રાથમિકતા આપવા માટે કામગીરી કરવા ચીફ ઓફિસરોને અને લગત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ વીજળી, આધારકાર્ડ અંગેની કામગીરી, નગરપાલિકાઓને ગ્રાન્ટની ફાળવણી, બ્યુટીફીકેશનના કામો અંગે જમીન ફાળવણી, હાઈવે પરના દબાણો દુર કરવા, પાણી, સફાઈ અને રોડ રસ્તાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું, ફાયર સેફટીની સુવિધાઓમાં વધારો કરવો, આવાસ યોજના, રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લોકો સુધી પહોચાડવા સહીતના મુદ્દાઓ પર વધુ ભાર મુકવા તેમજ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત સમય મર્યાદામાં પૂર્ણ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી.

          આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, મહામંત્રીશ્રીઓ, પદાધીકારીઓ, લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment