વાલોડ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રેરિત થતા અન્ય ખેડૂતમિત્રો

હિન્દ ન્યુઝ, વાલોડ  

   તાપી જિલ્લામાં પ્રત્યેક પ્રગતિશીલ ખેડૂતોને સરકારની તમામ ખેતીલક્ષી યોજનાઓ અંગે સમજ અને સહાય આપવાના ઉમદા આશય સાથે આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ માં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.

પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવને નિયંત્રિત કરવા માટે આજે પ્રાકૃતિક કૃષિ સમયની માગ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે, ત્યારે કૃષિ મહોત્સવના પ્રથમ અને અંતિમ દિવસે વાલોડ તાલુકાના ગોલણ ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પ્રકાસભાઇ ચૌધરીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને અન્ય ખેડૂતો પણ પ્રેરિત થયા હતા. ખેડૂતોએ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રમ્હાસ્ત્રના ઉપયોગ અંગે પણ ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી.

પર્યાવરણના જતન માટે ગાય આધારિત ખેતી અનુકૂળ અભિગમ છે જે જમીનના સ્વાસ્થ્યને જાળવવા, પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા અને પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. તાજેતરના વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખૂબ વધી રહ્યું છે ત્યારે જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ફાર્મની વિઝીટ લઈને રાસાયણિક ખેતીની નકારાત્મક અસરો અને પ્રાકૃતિક ખેતીના હકારા ત્મક ગુણો વિશે માહિતગાર થયા હતા.

Related posts

Leave a Comment