હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, N.D.R.F., ફાયર, ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં વિભાગો દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરાઈ
ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું. એક વ્યક્તિ ઘાયલ થઈ જતાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં હતી. ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડની ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં સંબધિત વિભાગોના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.