હિન્દ ન્યુઝ, અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પહેલ ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ”
ગુજરાતની સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પહોંચાડતી ખિલખિલાટ વાન
રાજ્યમાં કુલ ૪૧૪ ખિલખિલાટ વાહન સેવારત
સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા, રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે ખિલખિલાટ વાન
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, “જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ કુલ ૧૮.૪૫ લાખ લાભાર્થીઓ લાભ મેળવ્યો
વર્ષ ૨૦૧૨ થી અત્યાર સુધીમાં કુલ ૧.૧૯ કરોડથી વધુ લાભાર્થીઓને આપી સેવાઓ