રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબીર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    વેરાવળ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોય તેમ એપિડેમિક મેડિકલ ઓફિસર દિવ્યેશ ગૌસ્વામીના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લાના પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબિર યોજાઈ હતી.

આ કાર્યશિબિરમાં ભારતના સામાજીક અને સાંસ્કૃતિક માળખાના પાયા સમાન ગ્રામ્ય લોકોના સ્વસ્થ અને ટકાઉ ભવિષ્ય માટે ગ્રામ્ય વિસ્તારને ટોબેકો મુક્ત બનાવવા માટે પહેલ શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી.

ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુના વપરાશને ધ્યાનમાં લઈ આ સેમિનારમાં એન.ટી.સી.પી સોશ્યિલ વર્કર જિતેન્દ્રભાઈએ ઉપસ્થિત સભ્યોને ગ્રામ્ય સમુદાયોને તમાકુમુક્ત બનાવીને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવાના અભિગમ વિશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ વપરાશને ઓછું કરવા, તમાકુનો ઉપયોગ ટાળવા સમજ આપવામાં આવી હતી. 

સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરશીભાઈ ચાવડાએ ગામની શાળાઓ, સ્વયંસેવક ગૃપો અને અન્ય સ્થાનિક સંસ્થાઓ તમાકુ મુક્ત બનાવી તમાકુની જાગૃતિના પ્રયાસો માટે આગળ આવવા અપીલ કરી હતી.

આ સેમિનારમાં ક્યૂ.એમ.ઓ કણસાગરા, આઈ.સી.સેલના તૌસિફ શેખ સહિત જિલ્લાના પંચાયતી રાજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment