‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૪ અન્વયે અવનવી સ્પર્ધાઓ, રેલીઓ, જાગૃતિલક્ષી કાર્યક્રમો, હોર્ડીંગ્સ અને બેનર્સ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશાઓ આપીને સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવે છે. સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય તપાસ માટે મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સ્વચ્છતા અભિયાન અન્વયે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા “એક પેડ મા કે નામ” અભિયાન અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વધુ વેગ મળે તે માટે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા શહેરના ડો.આંબેડકર પાર્ક ખાતે વૃક્ષારોપણ કરી લોકોને ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશો આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment