નૃત્ય-રાસની કલા પ્રસ્તુતિ સાથે “નર્તનને નમન નવ ગજના” પુસ્તક વિમોચનો સમારોહ સંપન્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ભાવનગરનાં શીશુ વિહાર કલાવૃંદ દ્વારા જગદીશભાઇ પંડ્યા સંપાદિત્ત “નર્તનને નમન નવ ગજના” પુસ્તક વિમોચનનો કાર્યક્રમ ગુજરાતના વિવિધ પ્રાંતોનાં નૃત્યો- રાસની કલા પ્રસ્તુતિ સાથે યોજાયો હતો.

પુસ્તક વિમોચન પ્રસંગના અધ્યક્ષ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો. (ડૉ.) ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત કલાના સાધકોને સંબોધતા જણાવ્યુ હતુ કે જગદીશભાઇ દ્વારા સંપાદિત પુસ્તક કલા સાધકો માટે ઉપયોગી જ્ઞાનનો પૂંજ બની રહેશે. ઉંમર-અનુભવ અને વિવેકુબધ્ધિથી થયેલ નિર્ણયો સારૂ ફળ આપનારા હોય છે. કવિ-લેખક-સર્જક નિરૂપાયેલ સાહિત્ય વારસો અને શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, સાહિત્ય આદિ કલાઓનો ઇતિહાસ જાણીએ તો ધર્મ, નીતિ, સદાચારના વાહક તરીકે, રાજ્ય અને સત્તાના પ્રચાર અને પ્રસારના માધ્યમ તરીકે તેમનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયો છે. ‘‘કળા મારફતે ધર્મની સૂક્ષ્મ વૃત્તિઓ સમજી અને કેળવી, કળા મારફતે સમાજ વ્યવસ્થામાં સહકાર, સમાધાન, સામર્થ્ય, સમૃદ્ધિ અને સુસંગતિનું સંગીત દાખલ કરી શકાય છે. શાસ્ત્રીય નૃત્ય માત્ર મનોરંજન માટે નહીં, પણ તેના વિવેકપૂર્ણ વિવેચન માટે ત્યારે ઉપયોગી બને છે જ્યારે પ્રેક્ષકગણ પણ રસિકજન હોય, નૃત્ય કે સંગીતનું તેમને પૂરતુ જ્ઞાન હોય ત્યારે જ કલાકાર અને સહૃદય રસિક પ્રેક્ષકની અન્યોન્યની યોગ્ય સમજદારીમાંથી ઉદભવતો આનંદ કલાને ફલીભૂત કરે છે.


     આ પ્રસંગે કાર્યક્રમનાં ઉદઘાટક અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલયનાં કુલપતિ પ્રો.(ડૉ.) એમ.એમ.ત્રિવેદીએ ગુજરાતમાં ટીપ્પણી નૃત્ય, હાલારી રાસ, ડાંગી નૃત્ય, કેરળમાં કથકલી અને મોહિનીઆટ્ટમ, ચેન્નાઈનું દામીઆટ્ટમ અથવા તો ભરતનાટ્યમ્, મણિપુરનું મણિપુરી, ઉત્તરનું કથક નૃત્ય, ઓરિસાનું ઓડિસી, આંધ્રનું કુચીપુડી નૃત્ય. તાંજોરનું ભાગવત મેલા નાટક, કર્ણાટકનું યક્ષજ્ઞાન ઇત્યાદિ નૃત્યનાટકોની પ્રવર્તમાન ધારણાઓ વિશે વાત કરી હતી.

આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના આર્ટીસ્ટ મયુર વાંકાણી એટલે કે સુંદર મામાએ પ્રાસંગીક વાત કરતા જણાવ્યુ હતુ કે આપણું રાષ્ટ્ર સંસ્કાર અને સંસ્કૃતિમાં વસુધૈવકુટુંબક્કમ બની પરસ્પર એકસુત્રનાં તાંતણે કલાનાં સથવારે વિશ્વ ફલકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યુ છે ત્યારે કલાનગરી ભાવનગરમાં કુશલ દિક્ષીત અને વૃંદ દ્વારા થતી કલા સાધના ગુજરાતની આગવી ઓળખ છે.

કાર્યક્રમને સફળ બનાવવા કુશલ દિક્ષીત અને ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મનુભાઇ દિક્ષીત અને ભાવનગરનાં કલા પ્રેમીઓએ પુસ્તક વિમોચન કાર્યક્રમ અને કલાવૃંદોની કલા પ્રસ્તુતિને બિરદાવી હતી. પોરબંદર જિલ્લાનાં ભાવપરા ગામના લાખણશીભાઇ ઓડેદરાએ કલાનગરી ભાવનગરની કલાસાધનાને બિરદાવી હતી.

Related posts

Leave a Comment