પાણી ઓસરતા જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે-જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા

હિન્દ ન્યુઝ, જામનગર

વરસાદી સ્થિતિનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલ અનરાધાર વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી છે.ઠેર ઠેર પાણીનો ભરાવો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ રાત-દિવસ એક કરી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેની કાળજી લીધી હતી.યુદ્ધના ધોરણે રેસ્ક્યુ તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તેથી જ જિલ્લામાં માત્ર 5 દિવસમાં અંદાજીત 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે.હાલ વરસાદ બંદ થયો છે અને વરસાદી પાણી ઓસરાયા છે ત્યારે જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી તાકીદે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે તેમ પણ કલેક્ટર એ ઉમેર્યું હતું.

વધુમાં કલેક્ટર એ આવી પડેલ કુદરતી આફતના સમયે વહીવટી તંત્ર સાથે ખભે ખભો મીલાવી સહયોગ આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયં સેવકો, વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાને પણ બિરદાવતા જણાવ્યું કે ફૂડ પેકેટ, રેસ્ક્યુ, આશ્રય સહિતની કામગીરીમાં સૌએ સ્વૈચ્છિક રીતે આગળ આવી ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ’ ની પરંપરાના દર્શન કરાવ્યા જે ખરેખર કાબીલેદાદ છે.


Advt.

Related posts

Leave a Comment