પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાએ જામજોધપુર ખાતે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ મૃતકના પરિજનોને મળી સાંત્વના પાઠવી

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે તમામ ડેમ ઓવરફ્લો થઈ જવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે રહેતા પરબતભાઈ પાથર (ઉં.વર્ષ ૫૫) નામના વ્યકિત બે દિવસ પહેલા મોડી રાત્રે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેનો મૃતદેહ આજે તા.૩૦ ઓગસ્ટના રોજ નદી કિનારા પાસેથી ઝાળીઓ માંથી મળી આવેલ છે. 

આ ઘટના અંગે જાણ થતાં જ કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. 

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પોતાનું પરિજન ગુમાવવાની ખોટની તુલના કોઈની સાપેક્ષે ન થાય. આ કપરી પરિસ્થિતિમાં તેઓને મદદરૂપ થવા અને મૃતકના પરિવારને મળવા પાત્ર આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવા અધિકારીઓને સૂચન કર્યું હતું.


Advt.

Related posts

Leave a Comment