આણંદ જિલ્લાનાં વિવિધ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરાઇ

હિન્દ ન્યુઝ, આણંદ

     આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જિલ્લાના રસ્તાઓ માં ખાડા પડી ગયા હતા. આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા આ પાણીનો નિકાલ કરીને તાત્કાલિક પેચવર્ક કરવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ને સુચના આપી હતી. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી રવિ પટેલે જિલ્લાના તમામ તાલુકાઓમાં જે રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા હોય તેનું પુરાણ કરવા પેચવર્ક કરવા તાત્કાલિક ધોરણે દરેક તાલુકામાં એક એક ટીમ ને તૈયાર કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે.

        કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લાના ગામોમાં સ્ટેટ હાઇવે ઉપર જે ખાડાઓ પડ્યા છે અને હાલમાં વરસાદ નહીંવત છે ત્યારે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે જિલ્લાના તમામ રસ્તાઓમાં ખાડાઓના પુરાણ કરીને પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.


advt.

Related posts

Leave a Comment