શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રીકૃષ્ણ જન્મોત્સવ દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ

    શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એટલે વિશ્વભરમાં વસતા સનાતન ધર્મીઓ માટે આનંદ ઉમંગ અને ઉત્સાહનો પર્વ, ત્યારે જે ભૂમિ પર ભગવાન કૃષ્ણએ સ્વયં નિજધામ પ્રસ્થાન કર્યું અને જ્યાં દેવાધીદેવ સોમનાથ મહાદેવ બિરાજતા હોય તે હરિહર ક્ષેત્ર પ્રભાસ તીર્થમાં શ્રીસોમનાથ મંદિરમાં ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણ જન્મનો પ્રસંગ તૈયાર કરવામાં આવ્યો હતો.

નંદબાબા બાલકૃષ્ણને યમુના નદી પાર કરાવી રહ્યા હોય તેવું દ્ર્શ્ય રચવામાં આવ્યું હતું તેમજ શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર ચંદનના લેપ વડે શ્રીકૃષ્ણનું ચિત્ર બનાવવાનાં આવ્યું હતું. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણના સ્વરૂપમાં સોમનાથ મહાદેવના દર્શન મેળવી શ્રદ્ધાળુ ધન્ય બન્યા હતા. 

Related posts

Leave a Comment