શ્રાવણ કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શ્રૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ

સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસરે સૂર્ય દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર સૂર્યદેવની પ્રતિકૃતિ તેમજ ગુલાબ, ગલગોટા, સહિતના પુષ્પો અને હાર દ્વારા આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.

 

અર્થવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય પરબ્રહ્મ છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભાસ્કરનું તેજ અગિયાર હજાર કિરણો સાથે પૃથ્વી ને પ્રાપ્ત થાય છે. સૂર્યની ઊર્જા સંસારના જીવનચક્ર ને ચલાવે છે અને ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. ભગવાન સૂર્ય પંચ દેવો પૈકીના એક છે.

સૂર્યદેવને પ્રકાશ અને ઉર્જાના દેવતા માનવામાં આવે છે, જ્યારે શિવ એ વિસર્જન અને નવસર્જનના દેવતા છે. આ બંને દેવતાઓનું સંયોજન બ્રહ્માંડના સંતુલન અને ચક્રને દર્શાવે છે. તેમજ સર્જન અને વિસર્જનના સતત ચક્રને દર્શાવે છે. પ્રભાસ ક્ષેત્રમાં આવનાર યાત્રીઓને શ્રાવણ માસમાં સૂર્ય દર્શન, અને સોમનાથ મહાદેવનું સાનિધ્ય મેળવી ધન્ય બન્યા હતા. 

Related posts

Leave a Comment