ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ ૭૬૧ મી.મી. વરસાદ 

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૬ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ ૭૬૧ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં ૯૮૯ મી.મી. વરસાદ નોંધાયો છે. 

જેમાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં ૫૪૯ મી.મી., તાલાલા તાલુકામાં ૯૨૬ મી.મી., વેરાવળ-પાટણ તાલુકામાં ૯૮૯ મી.મી., સુત્રાપાડા તાલુકામાં ૮૩૮ મી.મી., કોડિનાર તાલુકામાં ૭૬૩ મી.મી. અને ઊના તાલુકામાં ૫૦૫ મી.મી. જેટલો વરસાદ નોંધયો છે.

આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.૦૧-૦૮-૨૦૨૪ના સાંજના ૪ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ ૭૬૧ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.  

ગીર સોમનાથ જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ મૌસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ વેરાવળ તાલુકામાં ૯૮૯ મી.મી. નોંધાયો છે, જ્યારે ઊના તાલુકામાં સૌથી ઓછો ૫૦૫ મી.મી. વરસાદ નોંધાયો છે.


https://hindnews.in/?p=42757

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ

Related posts

Leave a Comment