હિન્દ ન્યુઝ, વલસાડ
કૃષ્ણનો અર્થ જ આકર્ષણ છે. એના પ્રત્યે કોણ નથી ખેંચાતુ ? આખા જગતને ઉપદેશ દેનારો ધૂળમાં રમે. ને ભલ ભલાને ધૂળમાં રગદોળે પણ ખરો ! કૃષ્ણ ન્યાયનો માણસ છે. જે બીજાની સાથે થાય તે મારી સાથે પણ થઈ શકે એ વાત એ બરાબર જાણે છે. માટે તે કર્મયોગી છે. કર્મને માનવા વાળો છે. એટલે જ એ સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા આપણને સારી રીતે સમજાવે છે.. કૃષ્ણ એ નાનપણમાં પોતાની મસ્તીખોર દૂનિયામાં ધણાને પરેશાન કર્યા. ગાળો આપવાની શરૂઆત કરતો માટે શિશુપાલની એકસો ગાળો ખાવાની પણ તૈયારી બતાવે છે. કૃષ્ણ સગી બહેન સુભદ્રાનુ અપહરણ કરાવે છે અર્જુન પાસે ને પોતે પણ રૂકમણીની બહેન રૂકમણીનું અપહરણ કરે છે. ગોપીઓના ચિરહરણ કરે છે ને દ્રોપદીના ચિર પુરે છે. કૃષ્ણ એક જ એવો અલભ્ય ષુરુષ આ દૂનિયાને મળ્યા છે કે જેણે સગા મામાને પણ માર્યા અને સગા ભાણેજ અભિમન્યુને પણ મારવામાં પોતે જ કૌવત બતાવ્યુ. સુદામા જેવા અયાચક બ્રામણને માંગ્યા વગર ભિક્ષા(ભેટ) આપી દીધીને કુરૂક્ષેત્રમાં મરણ પથારીએ પડેલા કર્ણ પાસે પોતે ભિક્ષુક બને છે. કૃષ્ણ કલાવંત છે એને વાંસળી વગાડતા પણ ફાવેને સમયનાં સંધાને શંખ પણ ફૂકે ! કૃષ્ણ વિશ્વદર્શન કરાવી અર્જુનની ભ્રમણા ભાંગી નાખે છે કે, તારે માત્ર તીર ચલાવવાના છે એ બધા નિશાન તો પહેલાથી જ નકકી થઈ ગયા છે. કૃષ્ણ છૂપો કર્તા છે એ બધુ બીજા પાસે કરેને યશ પણ એને જ આપે માટે તો યોગેશ્વર છે.. યોગનો અર્થ જ જોડાણ થાય. કૃષ્ણ એ આ જગતને સતત જોડવાનો પ્રયત્ન કર્યો છે. માટે જગદીશ્વર છે. તે પરમઆનંદ છે. કારણકે તે હંમેશા બીજાને આનંદમાએ રાખી શકે છે. કૃષ્ણ અનેક ખુબીઓથી ભર્યા છે. તે બાહોશ અને સશકત, યુદ્ધકુશળ એવા અભિમન્યુને છ કોઠાના યુદ્ધ પછી વીરગતિ અપાવે છે ને ! એજ કુરૂક્ષેત્રના રણાંગણમાં હજારો હાથીઓનાં તાકાતવાન પગલાની દોડમાં, લાખો અશ્વોની હણહણાટીમાં, અસંખ્ય માનવસેનાની ધમસાણમાં ટીટોડીનાં ઈંડાને સુરક્ષીત રાખે છે. કૃષ્ણએ જગતને શિખવ્યુ કે જેના જન્મતાની સાથે જ દૂશ્મનો મૃત્યુ આપવા તૈયાર હોય તેવી ક્ષણે પણ આપણે આપણુ કાર્ય કરવુ જ.. આ દૂનિયામાં કૃષ્ણનો પ્રેમ અને પ્રભુતા બન્ને માનવને ગદગદીત કરે છે.એટલે તો તે કહે છે.
સર્વસ્ય ચાહં હ્રદીસન્નિ વિષ્ટો
કૃષ્ણ એ ધર્મને પોતાના કરતા પણ શ્રેષ્ઠ ગણાવ્યો છે.. એટલો તો આ ધરા પર શાંતિ બની રહે માટે યાદવા સ્થળીમાં હજારો યાદવોનુ પતન કરાવ્યુ. તો બીજી બાજુ કુબજા જેવી સ્ત્રીના હ્રદયમાં સુંદરતાના અજવાળા પાથરીને એમનું જીવન ગતિમય બનાવ્યુ. કૃષ્ણ માર ખાય પણ નહીં કોઈને મારે પણ નહીં પરંતુ આ બધુ તે કોઈને નિમિત્ત બનાવી કરે તો ખરો જ.આ કૃષ્ણની નિતી. કૃષ્ણ એ ગાવાનો દેવતા છે… ચાહવાનો દેવતા છે.. એની સાથે ભાઈબંધી થઈ શકે કારણ કે તે ભારવહન કરી શકે એટલા તીવ્રબંધન વાળો સંબંધ નિભાવી શકે છે.. દ્રોપદીના સ્વયંવર પ્રસંગે તે અર્જુનને કહે છે કે તુ બરાબર માછલીની આંખ જોજે, ત્રાજવામાં પગ સારી રીતે ગોઠવજે, ધનુષ્યની પણછ એક વાર જોઈલે જે. આ પછી અર્જુન કૃષ્ણને કહે છે કે બધુ મારે જ કરવાનુ તો તમે શું કરશઘ ત્યારે કૃષ્ણ કહે છે કે હું પાણી સ્થિર રાખીશ.. જે ન થાય તે કૃષ્ણ પર છોડી દેવુ.. આવા કૃષ્ણને સદા ગાતા રહીએ.. એની ગીતાના વિચારોને પ્રસરાવતા રહીએ એજ ધન્ય ધડી……
રિપોર્ટર : મહેશ ટંડેલ, વલસાડ
રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ