હાથ વડે કામગીરી કરતાં કારીગરોને પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત વિનામૂલ્યે ટુલકિટ મળશે

હિન્દ ન્યુઝ, ગુજરાત 

      પરંપરાગત રીતે કામ કરતાં કારીગરો જેવા કે કડિયા, સુથાર, લુહાર, સોની, વાળંદ, કુંભાર વગેરે કારીગરો માટે મહત્વપૂર્ણ યોજના એટલે પી.એમ. વિશ્વકર્મા યોજના.

       આ યોજનાનો લાભ હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો મેળવી શકે છે. આ યોજનાનો લાભ કુટુંબદીઠ એક સભ્યને જ મળે છે. આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ હોવી જોઈએ, તેમજ છેલ્લા ૫ વર્ષમાં સ્વરોજગાર/વ્યાવસાયિક વિકાસ માટે પીએમઈજીપી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જેવી ધિરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ. મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિનાં લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર રહેશે નહીં.

       લાભાર્થીઓએ કોમન સર્વિસ સેન્ટર્સ મારફત અધિકૃત વેબ પોર્ટલ https://pmvishwakarma.gov.in પર નોંધણી કરવાની રહેશે. ત્યાર બાદ વિગતોની ચકાસણી ગ્રામ પંચાયત/શહેરી સ્થાનિક સંસ્થાના કારોબારી વડા દ્વારા કરવામાં આવશે. જિલ્લા અમલીકરણ સમિતિ આખરે ચકાસણી કરશે અને લાભાર્થીઓની યાદીની ભલામણ કરશે. MSME, MSDE, સ્ટેટ લીડ બેંકર્સમાંથી લેવામાં આવેલી અધિકારીઓની સ્ક્રિનિંગ કમિટી દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધણી પ્રક્રિયાની દેખરેખ રાખશે અને અંતિમ મંજૂરી આપશે.

       આ યોજનામાં રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે. લાભાર્થીઓને દૈનિક રૂ.૫૦૦ ના સ્ટાઈપન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને રૂ.૧૫,૦૦૦ ની ટૂલકિટ આપવામાં આવશે. બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થી ૧૮ મહિનાની મુદત સાથે રૂ.એક લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન મેળવવા પાત્ર થશે. લાભાર્થી બેઝિક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા પછી દરરોજના રૂ.૫૦૦ ના સ્ટાઇપન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ મેળવી શકે છે. જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે, તેઓ 30 મહિનાના સમયગાળા સાથે રૂ. બે લાખ સુધીની બીજી લોન મેળવવાને પાત્ર બનશે. ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, ઇ-કોમર્સ અને GeM પ્લેટફોર્મ પર ઓન-બોર્ડિંગ, જાહેરાત, પ્રચાર અને અન્ય પ્રવૃત્તિઓના સ્વરૂપમાં માર્કેટિંગ સપોર્ટ આપવામાં આવશે.

        આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્રારા પ્રાથમિક તબક્કે વાળંદ (નાઈ), લુહાર, દરજી, સુથાર, ધોબી, મોચી/પગરખાં બનાવનાર કારીગર, ઢીંગલી અને રમકડાની બનાવટ (પરંપરાગત), બખ્તર બનાવનાર, સોની, બોટ બનાવનાર, શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર, માછલી પકડવાની જાળી બનાવનાર, બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/COIRના કારીગરો, ફૂલોની માળા બનાવનાર, કુંભાર, હથોડી અને ટૂલકિટ બનાવનાર, કડિયા અને તાળાં રીપેર જેવા ૧૮ ટ્રેડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

       આ યોજના અંગે વધુ જાણકારી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.


Advt.

https://hindnews.in/?p=42555

‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા રાજકોટ ખાતે 25મી જુલાઈ 2024 નાં રોજ “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” નો ભવ્ય કાર્યક્રમ મહાનુભાવો ની ઉપસ્થિતિ માં યોજાશે.

નામ નોંધણી કરાવવા માટે સંપર્ક કરો

📲 9825095545

વેબસાઇટ : www.hindnews.in

તંત્રીશ્રી : ડૉ. સીમાબેન પટેલ✍️

Related posts

Leave a Comment