હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરમાં આવેલ મયુરનગર નજીક સોનલ નગરમાં જેએમસી સંચાલિત આંગણવાડીમાં ૩૦ બાળકો અભ્યાસ કરે છે. જેમાં બે મુસ્લિમ બાળકો છે આંગણવાડીમાં શિક્ષિકા દ્વારા તહેવાર લક્ષી માર્ગદર્શન આપવાના ઉપલા અધિકારીની સુચના મળેલ હતી પરંતુ સૂચનાથી ઉપરવટ જઈ એક નાટ્યાત્મક રીતે ઈદ કેમ મનાવવી, નવા કપડાં પહેરવા, બિરયાની ખાવી, સલામ મારવી, નમાજ કેમ અદા કરવી ? તેમજ ‘યા હુસેન યા હુસેન’ નાં નારાઓ બોલાવી કોમળ વયના બાળકોના માનસમાં એક ધર્મ પ્રત્યેની ગ્રંથી બંધાય અને તે નાની વયના બાળકોના મગજમાં ધર્મ શું છે ? તે સમજાવવા ને બદલે ધર્મ પ્રત્યે અનુસરવાની પ્રેરણા મળે છે અને એક ધર્માંતરણ તરફ આગળ વધે છે ત્યારે હિન્દુ સેના આંગણવાડીને ક્યારેય મદ્રેસા બનવા દેશે નહીં આ મુદ્દાને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અથવા તો ન્યાયના હિતમાં તેમના પર પણ પગલાં લેવાય અને ધર્માંતરણ જેવી બનતી ઘટનાઓને અટકાવવા કમિશનરને હિન્દુ સેના દ્વારા લેખિત રજૂઆતથી આવી બનતી ઘટનાઓની ગંભીરતા સમજી જે તે શિક્ષિકાઓને શિક્ષણનું ભાન કરાવવા તાત્કાલિક ધોરણે પગલાં લેવા તેવી હિન્દુ સેના એ લેખિત અરજ રૂપે ફરિયાદ કરી અને આ વિષયને ગંભીરતાથી લેવા માનનીય મુખ્યમંત્રી ગાંધીનગર તેમજ જામનગરના કલેકટર અને જેએમસીના મેયરને પણ રજૂઆત રૂપે નકલ આપી અને યોગ્ય પગલા લેવા માંગણી કરી હતી.
આ સંદર્ભે હિન્દુ સેનાના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જામનગર શહેર મંત્રી મયુર ચંદન, શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ,પૂર્ણકાલીન કિશન નંદા, રોહિત નારવાણી, ધીરેન નંદા, હિરેન ચંદન, જયપાલસિંહ રાઠોડ, મંથન અઘેરા, હેપ્પી પ્રજાપતિ,નિલેશ વડગામા, રવિ લખાની, શશીકાંત સોની, કુશાંત વાઘેલા, રાજ પરમાર, મીડિયા સેલ ના સચિન જોશી સહિતના જવાબદાર સૈનિકોની ઉપસ્થિતિ રહી હતી.
રિપોર્ટ : પ્રતિક ભટ્ટ, જામનગર
Advt.