જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ કેમ્પેઇન-૨૦૨૪” નું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

     લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે હેતુથી જામનગર જિલ્લામાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે તા.૦૫-૦૫-૨૦૨૪ના રોજ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

૫ મે ના રોજ સવારે ૭:૦૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) થી રેલીનું પ્રસ્થાન થશે. ત્યાર બાદ ટાઉનહોલ, તીનબત્તી સર્કલ, લીમડાલેન થઈને ક્રિકેટ બંગલો ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

 

 

 

 

Related posts

Leave a Comment