ઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ અંગે જાહેરનામું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

  ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી સમય દરમ્યાન જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલા લેવા જરુરી છે તેમજ કોઇ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જરુરી પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

 આથી જિલ્લા મેજીસ્ટ્રેટને મળેલ સત્તાની રૂએ આથી ફરમાવ્યું છે કે, ધાર્મિક ઉત્તેજક, જાતિ વાચક શબ્દો જે ઉશ્કેરણીજનક ભાષણો આપવાથી ચાળા પાડવાથી અથવા નકલો કરવાની બાબત, ચિત્રો, નિશાનીઓ જાહેર ખબરો, પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની બાબત, સક્ષમ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય તેવી બાબત, જેનાથી રાજ્યની શાંતિ અને સલામતિ જોખમાતી હોય અથવા જેના પરિણામે જાહેર વ્યવસ્થા જાળવવામાં વિક્ષેપ થવા સંભવ હોય તેવી બાબત ઉકત બાબતો અંગેના ઉશ્કેરણીજનક અને છટાદાર ભાષણો આપવાની અથવા ચાળા વિગેરે કરવાની અને તેના ચિન્હો નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો પર પ્રતિબંધિત રહેશે. આ જાહેરનામાના હુકમ દરમિયાન કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનું ભંગ સજાને પાત્ર થશે. આ આદેશ તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનું પાલન નહી કરનાર સજાને પાત્ર ઠરે છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ પગલા લેવામાં આવશે.

 

 

Related posts

Leave a Comment