એસ.એમ.એસ/ એમ.એમ.એસ, સોશ્યલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ટેલીગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોમાં મેસેજ મોકલવા કે ફોરવર્ડ કરવા ઉપર નિયંત્રણ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

 ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પવિત્ર રીતે થાય તથા આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચૂંટણીલક્ષી જોગવાઈઓ તથા આદર્શ આચારસંહિતાના અમલીકરણમાં અવરોધ થાય તેવા પ્રકારના વાંધાજનક SMS/MMS વહેતા થતા અટકાવવા માટે કેટલાક નિયંત્રણો મુકવા માટે છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલી સતાની રૂએ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

 ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદર્શ આચારસંહિતા ચૂંટણી ખર્ચ નિયંત્રણ સબંધી જોગવાઈઓ તેમજ લોકસભા સામાન્ય ચૂંટણીને લગતી કોઈપણ જોગવાઈઓનો ભંગ થાય તેવા પ્રકારના વાંધાજનક SMS કે BULK SMS, MMS કોઈપણ ઉમેદવાર/ વ્યક્તિ/રાજકીય પક્ષ કે સંસ્થાએ પ્રસારિત કરવા નહિ કે વહેતા મુકવા નહી.

 ચૂંટણી દુષિત થાય તેવા રાજકીય પ્રકારના કોઈપણ પ્રકારના SMS કે BULK SMS, MMS ચૂંટણી આચારસંહિતા અમલ હોય ત્યાં સુધી કોઈપણ સોશિયલ મિડીયા જેવા કે ફેસબૂક, વોટસએપ, ટ્વિટર/એક્સ, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવા માધ્યમ દ્વારા વહેતા મુકવા નહી.

  આ આદેશ તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનું પાલન નહી કરનાર સજાને પાત્ર ઠરે છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ પગલા લેવામાં આવશે.

 

 

 

 

Related posts

Leave a Comment