મેરી કહાની મેરી ઝુબાની – પી.એમ સ્વનિધિ યોજનાના કારણે કાપડના વ્યવસાયમાં ફાયદો થયો : શ્રીમતી પાયલબેન મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના થકી લોકોને તેમના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે. 

આ યોજના અંતર્ગત ભાવનગરના રેહવાસી શ્રીમતી પાયલબેન મકવાણાને રૂ. ૧૦ હજારની લોન મળેલ છે. શ્રીમતી પાયલબેનને આ રકમ દ્વારા તેમના કાપડના વ્યવસાયમાં ઘણો ફાયદો થયો છે. તેમના જણાવ્યા પ્રમાણે સરકાર થકી મળેલ આ સહાયથી તેમની પ્રગતિ થઈ છે અને તેઓ આત્મનિર્ભર બન્યાં છે. 

તેમના જીવનમાં આ પરિવર્તન બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.

Related posts

Leave a Comment