સિહોર ખાતે પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોની સમીક્ષા કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગરના સિહોરની મુલાકાત દરમિયાન જિલ્લાના પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શિહોર, વલભીપુર અને પાલિતાણાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટેની સમસ્યા હોવાની રજૂઆત વારંવાર મળતી હોઈ તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે વલભીપુર હેડવર્ક્સ ની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમાં મશીનરી તેમજ પાઇપલાઇનમાં લીકેજ જેવી ક્ષતિઓને કારણે સમસ્યા થતી હોઈ એ અંગે રિપેરિંગ નિયત સમયાવધિમા પૂર્ણ કરવા તાકીદ કરી હતી, તેમજ નાગરિકો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગને સંલગ્ન રજૂઆતો સાંભળી હતી તેમજ રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ઇજનેર પી. જી. મકવાણા સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment