જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીની અધ્યક્ષતામાં જોટાણા તાલુકા પંચાયત ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જોટાણા

           લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ એટલે સ્વાગત કાર્યક્રમ જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીની અધ્યક્ષતામાં જોટાણા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, સરળ અને સકારાત્મક ઉકેલની દિશામાં મક્કમ પગલાં લઈને સુશાસન વ્યવસ્થા નિર્મિત કરી છે. જોટાણા તાલુકાના અરજદારોના પ્રશ્નોને લઈ જીલ્લા પોલીસ અધિક્ષકે અરજદારોની અરજીઓ સંદર્ભે સ્થળ પર જ પ્રશ્નોના નિરાકરણને લઈ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી પારદર્શિતામાં ઉમેરો થાય વહીવટી વ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તનની સાથે સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમે મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. સ્વાગત કાર્યક્રમ થકી સુશાસન વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે ઉપરાંત વહીવટી વ્યવસ્થા પણ લોકાભિમુખ બની છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જોટાણા તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અધિકારીગણ, અરજદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment