સ્વ-સહાય જુથથી બહેનોને લિંગ આધારીત ભેદભાવ અને હિંસા તથા નાણાકીય આયોજન તેમજ મહિલાઓને લગતા કાયદાઓ માટે જાગૃતિ અંગે તાલીમ યોજાઈ

 હિન્દ ન્યુઝ, રાજકોટ

         રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા રાષ્ટ્રીયશહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથના બહેનોને પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર માહિતી, સખી વન સ્ટોપ સેન્ટર સંબધી માહીતી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન સબંધી માહીતી, સ્ત્રી પુરૂષ ભેદભાવ અને હિંસા સબંધી માહીતી, ૧૦૯૮ હેલ્પ લાઇન સબંધી માહીતી, મહિલાઓ સબંધી કાયદાકીય માહીતી, નારી અદાલત સબંધી માહીતી અને સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા નાણાકીય આયોજન બાબતે તા.૦૫/૦૧/૨૦૨૩ નાં રોજ કેદારનાથ સોસાયટી ખાતે માહીતી તથા માર્ગદર્શન બાબતે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

        આ તાલીમ કાર્યક્રમમાં સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) માંથી ઉષ્માનબેન દ્વારા નાણાની બચત યોગ્ય ઉપયોગ અને કેવી રીતે રોકાણ કરવું તેની માહિતી આપવામાં આવેલ હતી. જ્યારે૧૮૧ અભયમ હેલ્પ લાઈન માંથી પધારેલ કાઉન્સીલર જીનલ વણકર દ્વારા મહિલાઓને થતી હેરાનગતિ તથા તેમની સુરક્ષા માટે ૧૮૧અભયમ હેલ્પ લાઈન કેવી રીતે ઉપયોગી થઇ શકે તેની જાણકારી આપેલ હતી

આ કાર્યક્રમમાં મહિલાઓને લગતા કાયદાઓ માટે નારી અદાલતમાંથી પધારેલ એડવોકેટ સબનમબેન દ્વારા મહિલાઓને લગતા કાયદાથી માહિતીગાર કર્યા હતા આ તકે NULM સેલનાં SMID મેનેજર શાંતિલાલ બથવારે NULM યોજના હેઠળ રચાયેલ ૧૫૨૨ જેટલા સ્વ-સહાય જુથોરચીમહિલાસશક્તિકરણનુ ખરૂ ઉદાહરણ બેસાડેલ છે આ જાગૃતિ કાર્યક્રમમાંરાજકોટ મહાનગરપાલિકાનાં પ્રોજેક્ટ શાખા દ્વારા રચના કરેલ સ્વ-સહાય જુથની બહેનોને. જેમા ૬૦ થી વધુ બહેનોએ ભાગ લીધેલ હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ શાખાના આસિસ્ટન્ટ મેનેજરકાશ્મિરાબેન વાઢેરનાં માર્ગદર્શન હેઠળ ટીમ લીડર આર.એ.મુનિયા તથા SMID મેનેજર શાંતિલાલ બથવારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૬ નાં કોર્પોરેટર રુચીતાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment